Key Points
- જુગારથી સંભવિત નુકસાન નાણાકીયથી લઈને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સુધી વિસ્તરે છે.
- કુટુંબ અને મિત્રો કોઈના જુગારના વ્યસનથી પ્રભાવિત થઈ શકે છે, પરંતુ તેમને માટે સહાય ઉપલબ્ધ છે.
- સાંસ્કૃતિક સંવેદનશીલતા લોકોને મદદ મેળવવાથી રોકી શકે છે.
- કોઈ પ્રિય વ્યક્તિને મદદ કરવા માટે કુટુંબ અને મિત્રોએ પણ મદદ મેળવવી જરૂરી છે.
સિડની યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર સેલી ગેન્સબરી કહે છે કે ઑનલાઇન અને ઑફલાઇન બંને જુગારમાં નુકસાનનું જોખમ હંમેશા દેખાતું નથી.
તેને ઘણીવાર છુપાયેલ વ્યસન કહેવામાં આવે છે કારણ કે જુગારનું વ્યસન કોઈની આંખમાં જોઈ શકતા નથી અથવા તેના શ્વાસમાં તેની ગંધ આવતી નથી... પરંતુ નુકસાન થઇ રહ્યું છે.પ્રોફેસર સેલી ગેન્સબરી
પ્રોફેસર ગેન્સબરી યુનિવર્સિટીના ગેમ્બલિંગ ટ્રીટમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર છે.
તેઓ કહે છે કે જુગારની સમસ્યામાંથી મુક્તિ મેળવવી સંઘર્ષરત વ્યક્તિ અને તેમની આસપાસના લોકો બંને માટે એક જટિલ પ્રક્રિયા છે.
અને આ લત એક વારમાં છૂટતી નથી.

ઑસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ વેલ્ફેર મુજબ, પુખ્ત વયના 7.2% લોકો જુગારથી નુકસાનનું જોખમ ધરાવે છે.
સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વૈવિધ્યસભર (CALD) સમુદાયોમાં સામાન્ય વસ્તી કરતાં જુગારનું પ્રમાણ ઓછું છે, પરંતુ સંશોધન દર્શાવે છે કે તેઓ જુગારના નુકસાનનો અનુભવ કરવાની વધુ શકયતા ધરાવે છે. તેનું કારણ સમજાવતા ન્યૂ સાઉથ વેલ્સમાં ઓફિસ ઓફ રિસ્પોન્સિબલ ગેમ્બલિંગના ડિરેક્ટર નેટલી રાઈટ કહે છે કે જુગારની સમસ્યાઓનો સામનો કરી રહેલા વિવિધ સમુદાયોના લોકો શરમ અને ક્ષોભના કારણે મદદ લેવાનું ટાળે તેવી શક્યતા છે.
ઘણા સમુદાયોમાં કાઉન્સેલિંગ એ ખરેખર વિદેશી, પશ્ચિમી વિચાર છે. તેથી, ઘણી વાર લોકો આ વાત પરિવારમાં સીમિત રાખવા માંગે છે.ન્યૂ સાઉથ વેલ્સ ઓફિસ ઓફ રિસ્પોન્સિબલ ગેમ્બલિંગના ડિરેક્ટર નેટલી રાઈટ

જુગારની સમસ્યાનો અનુભવ કરતા લોકોના સંબંધીઓ અને મિત્રોને પણ અસર થઈ શકે છે.
તેઓ ઘણીવાર જુગાર સાથે સંકળાયેલ નાણાકીય નુકસાન અનુભવે છે. તેઓ સંબંધમાં તણાવ અનુભવે તેવી શક્યતા રહે છે, અને તેઓને તેનાથી સંકળાયેલ નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
“તેથી, વ્યક્તિ તેમની જુગારની આદત ને બદલવાનો પ્રયાસ કરી રહી છે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના, આ લોકોને સહાય કરવી જરૂરી છે. પ્રોફેસર ગેન્સબરી સમજાવે છે કે જ્યારે કોઈ જુગારની લતમાં સપડાયેલી વ્યક્તિને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોય અથવા કોઈને ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યાં હોય ત્યારે પણ તેમને મદદ મળવી જરૂરી છે.
એડમ*, અરબી પૃષ્ઠભૂમિનો પશ્ચિમી સિડનીનો નિવાસી છે, 2014થી જુગારની લત છોડી મુક્ત થઇ રહ્યો છે.
તે કહે છે કે તેના નજીકના પરિવારને પણ તેની અસર થઈ હતી અને તેઓ તેની લત થી મુક્તિ દરમિયાન હંમેશા સહાયક રહ્યા છે.
તે એક નજીકના સંબંધીને યાદ કરે છે જે તેની રિકવરી દરમિયાન તેના સંબંધીએ પોતાને માટે કાઉન્સેલિંગ દ્વારા મદદ લીધી હતી.
“તેઓ વ્યસનમુક્તિ માટેની મારી આવશ્યકતાઓને વધુ સારી રીતે ટેકો આપવા સક્ષમ હતા, જે કેટલીકવાર જ્યારે તમે વ્યસની ન હો ત્યારે સમજવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે.
મને લાગે છે કે વ્યાવસાયિક મદદ મેળવવાથી તેઓને સમજણ મળી કે જે બન્યું છે તેના માટે તેઓ જવાબદાર નથી. જે બન્યું તેના માટે તેઓ દોષિત નથી. અને તેઓ વ્યક્તિને યોગ્ય દિશા માં વાળી શકે છે"
એડમ માટે, તેની રિકવરીનો વળાંક Gamblers Anonymus દ્વારા આવ્યો, જ્યાં વ્યાસનગ્રસ્ત અને વ્યાસન મુક્ત પુરુષો અને સ્ત્રીઓ તેમના અનુભવો શેર કરે છે અને જુગારની સમસ્યાઓમાંથી અન્ય લોકોને મુક્તિ અપાવવામાં મદદ કરે છે.
પરંતુ એડમ માને છે કે દરેક પાસે જુગારની સમસ્યાને ઉકેલવા માટેના યુક્તિ શોધવાની અલગ રીત છે.
[કેટલાક] લોકો માત્ર સાપ્તાહિક ધોરણે કાઉન્સેલિંગમાં જવાથી, નોકરીઓ બદલવાથી, જીવનના કાર્યક્રમો બદલવાથી અથવા વધુ કસરત કરીને વ્યસન મુક્ત થાય છે. આ એવી વસ્તુઓ છે જે દરેક માટે કામ કરી શકે છેએડમ, જુગાના વ્યસનમાંથી મુક્ત થનાર યુવાન

પ્રોફેસર ગેન્સબરી કહે છે કે જ્યાં સુધી પરિસ્ધીથિતિને અનુરૂપ મદદ કરવામાં આવે ટો કોઈ પણ પ્રકારનો ટેકો મદદરૂપ થઈ શકે છે.
તેમણે વિમાન પર કટોકટીની પરિસ્થિતિ સાથે જુગારની તુલના કરી, જ્યાં મુસાફરોને અન્યને મદદ કરતા પહેલા પોતાનું ઓક્સિજન માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે.
લોકો માટે એ સમજવું અગત્યનું છે કે તેમના માટે ઘણો સપોર્ટ ઉપલબ્ધ છે, તેઓ એકલા નથી..
રાજ્ય-આધારિત સેવાઓ ફોન દ્વારા, ઓનલાઈન અથવા રૂબરૂમાં સંસાધનો અને કાઉન્સેલિંગ પ્રદાન કરે છે.
ન્યૂ સાઉથ વેલ્સ (NSW) સરકારની ઝુંબેશ The number that changed our life નો હેતુ વિવિધ સમુદાયોના એવા લોકોને મદદ કરવાનો છે જેઓ જુગારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને મદદ કેવી રીતે મેળવવી તે અંગે અજાણ છે.
NSW માં મદદની જરૂર હોય તેવા તમામ લોકો માટે પહેલું પગલું ગેમ્બલ અવેર ને ફોન કરવાનું છે. જેનો સંપર્ક 1800 858 858 પર કરી શકાય છે
તેમની વેબસાઈટ અરબી, સિમ્પલીફાઇડ અને ટ્રેડિશનલ ચાઈનીઝ, હિન્દી, કોરિયન અને વિયેતનામીસ સહિત પાંચ સમુદાયિક ભાષાઓમાં અનુવાદિત છે.
નાણાકીય કાઉન્સેલિંગ પણ ઉપલબ્ધ છે.

શ્રીમતી રાઈટ ભલામણ કરે છે કે જો તમારા પ્રિયજનના જુગારને કારણે કેટલાક દેવાં ચઢ્યા હોય અથવા નાણાકીય સમસ્યાઓ હોય, તો તમે નાણાકીય સલાહ લઈ શકો છો.
ઘણા લોકો અનૌપચારિક મદદ શોધે છેે, પછી તે આરોગ્ય વ્યવસાયી પાસેથી લઇ શકાય અથવા સમુદાયમાં કોઈ જેમ કે સમુદાયના નેતાઓ અથવા ધાર્મિક નેતાઓ, અથવા તેમના પરિવારમાંથી સહાય આપી શકનાર કોઈ.નેટલી રાઈટ
નેટલી રાઈટ કહે છે, "રાજ્યભરમાં 50 થી વધુ ભાષાઓમાં કાઉન્સેલિંગ ઉપલબ્ધ છે."
આખરે, જુગારની સમસ્સયાનો સામનો કરી રહેલા લોકો માટે સહાયક બનવું, તેમને વ્યાવસાયિક મદદ મેળવવા માટે પ્રોત્સાહિત કરવું એટલુંજ અગત્યનું છે
એડમ* તેનું સાચું નામ નથી.
મદદ માટે કૉલ કરો અથવા નીચેની લિંક પર ક્લિક કરો:
· 1800 858 858 પર નેશનલ ગેમ્બલિંગ હેલ્પલાઇન

