હાલમાં જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલોજીમાં પ્રકાશિત થયેલ એક સંશોધન મુજબ વ્યક્તિનો દેખાવ તેના નામ જેવો મહદ અંશે હોય છે. આ બાબત ખુશી આપનાર પણ છે અને સહેજ આશ્ચર્યચકિત કરનાર પણ.
ઇઝરાયલી - ફ્રેન્ચ - અમેરિકન સંશોધકો વડે કરવામાં આવેલ આઠ પ્રયોગોમાં તેઓએ વારંવાર જાણ્યું કે માનવ - તેનું અલ્ગોરિધમ વ્યક્તિના નામ અને તેના ચહેરા સાથે મજબૂત સંબંધ ધરાવે છે.
અન્ગ્સ ચેનના અહેવાલ મુજબ પાંચ નામ માંથી રેન્ડમલી વ્યક્તિનું નામ ગેસ કરવામાં 20 ટકા જેટલી સફળતા લોકોને મળી હતી. પણ જયારે આ સંશોધનમાં ભાગ લેનારને કોઈ અજાણી વ્યક્તિનું નામ શું હશે તે અંગે સાચો જવાબ જણાવવા નો દર 35 ટકા જેટલો હતો. ઇઝરાયલી ભાગ લેનાર વ્યક્તિઓને ઇઝરાયલી વ્યક્તિઓના નામ અને ચહેરાનો સમ્બન્ધ જાણવામાં વધુ સરળતા રહી હતી, આવો જ અનુભવ અન્ય સાંસ્કૃતિક સમુદાયોની વ્યક્તિઓનો પણ રહ્યો હતો.
તેમના આ પ્રયોગ માટે પ્રમુખ લેખક યોનત ઝવેબનૅર અને તેમના સાથીઓએ ફ્રેન્ચ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ પાસેથી 100,00 ફોટા એકત્ર કરેલ જેમાં 58,000 ફોટા પુરુષોના 13 નામ માટે અને 36,000 ફોટા મહિલાઓના 15 નામો માટેના હતા.
લગભગ 80 ટકા ફોટા "ટ્રેનિંગ " સેટ તરીકે વાપરવામાં આવ્યા હતા અને 20 ટકા ફોટા " પરીક્ષા" માટે રખાયા હતા. ત્યારબાદ અલ્ગોરિધમથી એક ચહેરા માટે કોઈ બે નામો માંથી એકની પસંદગી કરવાનું જણાવવામાં આવ્યું હતું.
"અમારા નામ અમારું સૌથી પહેલું સામાજિક ટેગિંગ છે .દરેક નામ તેની વિશેષતા, વર્તન , દેખાવ અને અર્થ જેવા પરિબળો સાથે સમાજમાં ઓળખાય છે." - લેખક. કેટલાક નામો સાથે સ્ટીરીયોટાઇપ ચહેરાનો દેખાવ જોડાયેલ હોય છે અને આથીજ અમે સાચા દેખાવ અને સાચા ચહેરા સાથેનો સંબંધ દર્શાવી શક્યા.
This article originally appeared on Science of Us: Article © 2017. All Rights reserved. Distributed by Tribune Content Agency.
Share

