બેલે નૃત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સિડની ની 14 વર્ષીય યુવતી સ્ટેફીની ક્ર્લોવ ને સમુદાય તરફથી પ્રોત્સાહન સાંપડી રહ્યું છે પરંતુ પોતાના પ્રદર્શન માં બેલે નૃત્ય પ્રત્યે નો પ્રેમ અને પોતાની શ્રદ્ધા એક સાથે જોડવાનો એક પડકાર તેની સામે છે. બે વર્ષ ની ઉમર થી બેલે નૃત્ય કરતી આ યુવતી નો પરિવારે જયારે મુસ્લિમ ધર્મ નો અંગીકાર કર્યો ત્યારે તેવું માનવા માં આવ્યું કે બેલે નૃત્ય કળા તેના હિજાબ પહેરવાના કરને તેને આવકારશે નહિ.
આ પડકાર નો સામનો કરવા આફ્રિકન અમેરિકન બેલે ડાન્સર મિસ્ટી કોપ્લેંડ ની સફળતા થી પ્રભાવિત થઇ તેણે પોતાનું સપનું સાકાર કરવા એક ક્રાઉડ ફન્ડિંગ અભિયાન શરુ કર્યું છે.
ધ ઓસ્ટ્રેલીયન બેલે વડે જણાવ્યું છે કે બેલે માં જુદા જુદા સમુદાયો ના કલાકારો ને સમાવી લેવાની ક્ષમતા છે, જરૂરી છે કલાકાર ની ધગશ અને શ્રેષ્ઠતા ની! પરંતુ શું બેલે નૃત્ય કળા એ ધાર્મિક બાબતો પ્રત્યે કેટલી સંવેદન શીલ છે તે ચકાસવાનું હજુ બાકી છે.
પોતાનું ક્રાઉડ ફન્ડિંગ અભિયાન શરુ કરવા ના કારણે મુસ્લિમ સમુદાય વડે સ્ટેફીની ક્ર્લોવ ને ટેકો પણ મળી રહ્યો છે અને તેની ટીકા પણ થઇ રહી છે.
Share

