SKIP TO MAIN CONTENT

એર ઇન્ડિયાએ એરબસ, બોઇંગ સાથે વિશ્વનો સૌથી મોટો સોદો કર્યો

Air India flight
Air India flight Credit: Wikimedia/mitrebuad

ભારતીય એરલાઇન કંપની એર ઇન્ડિયાએ યુરોપ તથા અમેરિકાની કંપનીઓ સાથે કુલ 495 વિમાન મેળવવાનો કરાર કર્યો. જેમાં 250 એરબસ તથા 220 બોઇંગ વિમાનોનો સમાવેશ થાય છે. વધુ વિગતો અહેવાલમાં.


Published

Updated

By Hiren Mehta

Source: SBS


Skip to podcast episode content

ભારતીય એરલાઇન કંપની એર ઇન્ડિયાએ યુરોપ તથા અમેરિકાની કંપનીઓ સાથે કુલ 495 વિમાન મેળવવાનો કરાર કર્યો. જેમાં 250 એરબસ તથા 220 બોઇંગ વિમાનોનો સમાવેશ થાય છે. વધુ વિગતો અહેવાલમાં.


વૈશ્વિક સ્તરે સૌથી મોટા સોદા અંતર્ગત, ભારતીય એરલાઇન કંપની એર ઇન્ડિયાએ આગામી વર્ષોમાં 470 વિમાન ખરીદવાનો નિર્ણય લીધો છે.

એર ઇન્ડિયા ફ્રાન્સ, જર્મની, સ્પેન તથા બ્રિટનની જુદી - જુદી કંપનીઓના સમૂહની માલિકીની એરબસ પાસેથી 250 વિમાન તથા અમેરિકાની બોઇંગ પાસેથી 220 વિમાન ખરીદશે.

આ ઉપરાંત, એર ઇન્ડિયા આગામી થોડા મહિનામાં 25 વિમાન ભાડા કરાર હેઠળ મેળવશે. મતલબ કે, એર ઇન્ડિયાના કાફલામાં 495 વિમાનોનો વધારો થશે.

એર ઇન્ડિયાના એરબસ તથા બોઇંગ સાથેના કરાર અંગેની કિંમત જાહેર કરવામાં આવી નથી.

બોઇંગ સાથેના કરારની જાહેરાત અમેરિકન પ્રમુખના કાર્યાલય દ્વારા કરવામાં આવી છે.

બોઇંગ સાથે કરાર કર્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકન પ્રમુખ બાઇડને આ મુદ્દે ફોન પર વાતચીત પણ કરી હતી.

એરબસ સાથેના કરાર પછી વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુએલ મેક્રોને ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ બંને દેશના વડાઓનો ટ્વિટરના માધ્યથી આભાર વ્યક્ત કર્યો હતો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now