- ન્યૂ સાઉથ વેલ્સમાં રહેવાસીઓને આગામી દિવસોમાં ભારે ગરમીનો સામનો કરવા ચેતવણી અપાઇ રહી છે.
- ધ બ્યૂરો ઓફ મિટિયોરોલોજીએ જણાવ્યું હતું કે શનિવારે તથા રવિવારે ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.
- વર્ષના આ સમયગાળામાં રાજ્યના સરેરાશ તાપમાનમાં 10થી 16 ડિગ્રીનો વધારો થઇ શકે છે.
- સોમવારે 30મી નવેમ્બર અને મંગળવારે 1લી ડિસેમ્બરે પણ ગરમી યથાવત્ રહે તેવી શક્યતા છે.
આ વર્ષે ગરમીમાં દરિયાકિનારે એક અલગ પ્રકારનો અનુભવ થઇ શકે

People enjoy a late afternoon swim at Sydney's Bondi Beach Source: AP
સમગ્ર ઓસ્ટ્રેલિયામાં આગામી દિવસોમાં ભીષણ ગરમીનું મોજું ફરી વળે તેવી સંભાવના છે ત્યારે ઘણા લોકો મનોરંજન માટે દરિયાકિનારે જશે. જોકે, તેમને આ વખતે બિચ પર એક અલગ પ્રકારનો અનુભવ થઇ શકે છે. પરિવારજનો સાથે લોકો દરિયાકિનારે શાંતિથી સમય પસાર કરી શકે તે માટે અધિકારીઓ કેવા પગલાં લઇ રહ્યા છે વિગતો જોઇએ અહેવાલમાં.
Share




