સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ગુરુવાર 18મી ફેબ્રુઆરી 2021થી ફેસબુકે વિવિધ પ્રસાર માધ્યમો તથા વિવિધ સરકારી સંસ્થાઓને ફેસબુક પર પ્રતિબંધિત કરી છે. તથા વપરાશકર્તાઓને તેમના માધ્યમ દ્વારા મળતા સમાચારો વાંચતા અટકાવ્યા છે.
ઓસ્ટ્રેલિયાના વપરાશકર્તાઓ તેમની પસંદગીની મીડિયા સંસ્થા દ્વારા ફેસબુક પર ઉપલબ્ધ કરાવવામાં આવતા સમાચાર મેળવી કે શેર કરી શકતા નથી.
આજથી તમારી પસંદગીના માધ્યમો દ્વારા શેર કરવામાં આવતા સમાચારો તમારી ફેસબુક ફીડમાં જોવા મળશે નહીં.
જોકે, ફેસબુક સિવાયના અન્ય માધ્યમોની મદદથી SBS Gujarati સાથે જોડાયેલા રહી દેશ – દુનિયાની તાજી માહિતી મેળવી શકાય છે.
વિવિધ માધ્યમોની મદદથી SBS Gujarati સાથે જોડાયેલા રહો
SBS Gujarati Website: https://www.sbs.com.au/language/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.
SBS Radio એપ ડાઉનલોડ કરો
SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળવા
ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.