પ્રશંસકોએ ઇંગ્લેન્ડને પણ મિની ઇન્ડિયા બનાવ્યું

Members of Ragilo Gujarat in London have performed Garba (traditional dance of Gujarat) during the India - Afghanistan match on Saturday. Source: Amit Shah
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રમાઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે અને તે જ્યારે ગુરુવારે વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે ત્યારે તેની નજર વિજય મેળવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા પર રહેશે. ભારતીય ટીમને તેના પ્રશંસકોનો મોટા પ્રમાણમાં સહયોગ મળી રહ્યો છે અને પ્રશંસકોએ પણ જાણે ઇંગ્લેન્ડને મિની ઇન્ડિયા બનાવી દીધું હોય તે પ્રમાણેનું વાતાવરણ ઉભું કરી દીધું છે. ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપમાં સમર્થકો દ્વારા મળી રહેલા સહયોગ, માન્ચેસ્ટરના વાતાવરણ વિશે વરિષ્ઠ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અમિત શાહે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share