'લોકસંગીત તો માટીના સૂર છે' : ઉમેશ બારોટ

Singer Umesh Barot in Australia (Image shared by Jignesh Brahmbhatt) Source: Facebook
ઑસ્ટ્રેલિયાના ગુજરાતીઓને ગુજરાતના મોટા અને અનુભવી ગાયકો જેટલુંજ ઘેલું લગાડનાર ઉમેશ બારોટ અત્યારે ઑસ્ટ્રેલિયાની મુલાકાતે છે. આ ગુજરાતી યુવા લોકગાયક ઉમેશ બારોટને ગાયકી વારસામાં તો છે જ સાથે એમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધેલી છે. ઑસ્ટ્રેલિયાની એમની આ ત્રીજી મુલાકાતમાં એ શું વિશેષ લઈને આવ્યા છે એ સાંભળીએ એમના રાસડા, સુગમ અને સૂફીગીતને સથવારે.
Share




