ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના પારસ્પરિક સંબંધો વધુ મજબૂત કરવામાં સ્પોર્ટ્સ કેવી રીતે ભાગ ભજવી શકે

Australian cricket umpire Simon Taufel (L) and Indian sports journalist Harini Rana (R) share their views about India - Australia ties through sports. Source: Samir Jana/Hindustan Times via Getty Images/Harini Rana
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના પારસ્પરિક સંબંધો વધુ મજબૂત કરવામાં સ્પોર્ટ્સ કેવી રીતે ભાગ ભજવી શકે તથા બંને દેશો ક્રિકેટ સિવાય અન્ય કઇ રમતો પર એકબીજા સાથે ભાગીદારી કરી શકે તે અંગે ઓસ્ટ્રેલિયા - ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ દ્વારા યોજાનારા ઇન્ડિયા વીકમાં ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમના પેનલિસ્ટ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટ અમ્પાયર સાઇમન ટફેલ તથા ભારતીય સ્પોર્ટ્સ પત્રકાર હરિણી રાણાએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના રમત સંબંધો વધુ મજબૂત કરવા અંગે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share