ગોટલાની ફિલસુફી - શ્રી બકુલ ત્રિપાઠી

Book image shareed by Amit Mehta

Book image shared by Amit Mehta Source: Amit Mehta

બકુલ ત્રિપાઠી 'ગોટલાની ફિલસુફી'માં હાસ્ય, નિબંધ અને સાહિત્યના ત્રિવેણી સંગમથી જીવનને જુદી રીતે cherish કરાવે છે.


આ ઉનાળામાં કેરી ખાતા ખાતા બકુલ ત્રિપાઠી લિખિત એક નિબંધ યાદ આવ્યો. 

ઘણીવાર એક મુવી, નોવેલ, કવિતા આપણા મનને ઝણઝણાવી મૂકે છે. દા.ત  Robert  Frostની "... And  miles  to go before I  Sleep ". મોટા ભાગે આવી વાતો ભારેખમ શબ્દો અને ફિલોસોફીને કારણે સામાન્ય માણસને સમજવા થોડું મગજ કસવું પડે છે. અથવા તો સાહિત્યમાં રસ ધરાવતી વ્યક્તિ સમજાવે ત્યારે ખબર પડે છે. પણ આ વાત જયારે હળવા ફૂલ શબ્દોમાં હ્યુમર  સાથે વાંચીએ ત્યારે સાહજિકતાથી સમજાય છે અને તેને એન્જોય પણ કરીએ છીએ.

"સચરાચરમાં", "હિંડોળો ઝાકમઝોળ" અને "લગ્ન મંગલ"એ બકુલ ત્રિપાઠીના હાસ્ય નિબંધો છે. આ બધા પુસ્તકો  અહીં ઓસ્ટ્રેલિયાની અનેક લાઈબ્રેરીમાં  ઉપલબ્ધ છે. હિંડોળો ઝાકમઝોળના એક પ્રકરણ ગોટલાની ફિલસુફીનો દાખલો લઈએ તો ખ્યાલ આવશે કે લેખક બકુલ ત્રિપાઠી હસતા હસતા આપણને જીવનની વાસ્તવિકતા કેટલી સુંદર રીતે સમજાવે છે .

કેરી ક્ષણિક છે અને ગોટલો ચિરંજીવ છે ....

કેરી ક્ષણિક છે અને ગોટલો ચિરંજીવ છે -  એ વાંચતા જ આપણને ગોટલા- કેરીની વાત પરથી લેખક શરીર અને આત્માનું જ્ઞાન કરાવે છે એનો ખ્યાલ આવી જાય.આ ઉપરાંત આપણી નાગરિક તરીકેની ફરજોનું ભાન કરાવે છે, આપણી ભૂલો પ્રત્યે સભાન કરે છે.

ભારતમાં જોર શોરથી સ્વચ્છતા અભિયાન ચાલે છે અને આપણે હજારો કિલોમીટર દૂર હોવા છતાંય એની ચર્ચા કરીયે છે. ઉનાળાની ઋતુમાં  કેરીની મઝા માણ્યા પછી  રોડ પર, સોસાયટીના નાકે અને અનેક સ્થળે  કેવા દ્રશ્યો જોવા મળે છે તે તમને યાદ હશે જ.  ગાયો રોડ પર આવે છે એ દ્રશ્ય બકુલ ત્રિપાઠીના શબ્દોથી આપણી નજર સમક્ષ આવે છે.

ગોટલો ચૂસવાની કલાને પણ તેમણે શબ્દો-વિશેષણો-અલંકારોથી  શણગારી ને આમ રજૂ કરી છે…

ગોટલો અવકાશયાન જે અચાનક છટકીને કોઈના ખોળામાં ,ટેબલની વચ્ચે, કોઈની ડીશમાં કે સામેના ના નાક પર લેન્ડ થઇ જાય છે. અને આપણને મલકાવી દે છે.

આ ગોટલાની વાત પરથી બકુલભાઈ scientific invention  અને આપણી સંસ્કૃતિ પર પણ કટાક્ષ કરે છે.

લેબોરેટરીમાં બી (seed) વગરના સંતરા તૈયાર થયા છે એની મઝા શી?  નારંગીની છાલ ધીમેથી સહેજ ઉતારી એમાંથી પેશી કાઢી પેલો વચ્ચેનો તંતુ કાઢી પછી એક છેડેથી પેશીમાં છિદ્ર પાડી ધીમેથી એક છેડેથી રસ ચુસ્વો, બીયા મોમાંના આવે અને રસ ચૂસાય એ મઝા અનેરી.

આગળ પછી કેળા વિષે પણ લખ્યું છે કે કેળાની છાલને કમલની પાંખડીયોની જેમ ઉતારવી એમાં આનંદ છે એમાં શી મઝા? આગળ લખે છે …

તમને મુબારક તમારા ટીન્સ અમને મુબારક અમારી બીયા વાળી પ્રાણપ્યારી નારંગી.

આજથી વર્ષો અગાઉ એમણેઆ પ્રકરણમાં લખેલું કે સૌંદર્ય મુગ્ધ (cherishing  beauty) ને બદલે આપણે સૌંદર્ય લુબ્ધ (beauty fascinated) થવા તરફ જઈએ છીએ.કોઈ કથાકાર કે આખ્યાનકર જે વાત સમજાવવામાં ૩ કલાક જેટલો સમય લે છે તે જ વાત બકુલભાઈ માત્ર દોઢ લીટીમાં સમજાવી દે છે.આ ઉપરાંત તેમના પુસ્તકોમાં ઓળખાણ  કેળવવાની, અફવાઓ ફેલાવવાની,ચા પીવાની, ખબર પૂછવાની ક્રિયાઓ પરથી પણ હાસ્ય રચ્યું છે.

 


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now