ઓસ્ટ્રેલિયાના કંબોઈન ગામને નવી ઓળખ આપવા પ્રયત્નશીલ છે, ગોવિંદ અને રમીલા રાબડીયા

Govind Rabadiya and Ramila Rabadiya

Source: Supplied

આજે મળીએ એવા ગુજરાતી દમ્પત્તિને , જેમણે ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના અંતરિયાળ ગામમાં કંબોઈનને પોતાના પ્રેમથી જીતી લીધું છે અને અહીંના સ્થાનિક લોકો તેમને પોતાના માને છે.


ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ  વેલ્સ રાજ્યના પોર્ટ મેકવેરી વિસ્તારની દક્ષિણ  પશ્ચિમે  આવેલ છે  કંબોઈન ગામ.

કંબોઈન  ગામમાં  ત્રીસ વર્ષથી રહેતા ડોન ઇવાન્સ ખેડૂત છે. તેઓ  જણાવે છે કે , પહેલા આ ગામ ડેરી ઉદ્યોગથી ધબકતું હતું, પણ જ્યારથી ડેરી ડિરેગ્યુલેશન થયું ત્યારથી ગામની પડતી શરુ થઇ અને સ્થાનિક વ્યવસાયો બંધ થવા લાગ્યા  - લોકો શહેરો તરફ આકર્ષાયા. ગામમાં જરૂરી ફ્યુલ સ્ટેશન પણ ન હતું.


આવા સમયમાં આજથી ત્રણ વર્ષ પહેલા ગોવિંદભાઈએ અહીં ગ્રોસરી અને ફ્યુલ સ્ટેશન સાથે  એક બંધ થઇ ગયેલ સ્ટોર ખરીદ્યો. સિડની જેવા ધબકતા મહાનગરના બદલે આવી અંતરિયાળ જગ્યા પસંદ કરવા અંગે ગોવિંદભાઈ જણાવે છે કે, "ધંધાની શરૂઆત કરવાની હતી આથી થયું કે ઓછા બજેટથી શરુ કરીએ, વળી આ એક ગામ છે - અહીંના લોકો ખુબ મળતાવળા છે, અહીં નફો પણ મહાનગરો જેટલો જ થાય છે. આથી એક ચિંતામુક્ત કામ  કરવું હતું."
Govind
Source: Supplied


ગોવિંદભાઇ મોટર મેકેનિકનો અભ્યાસ કરવા મેલ્બર્ન આવેલ. અભ્યાસ બાદ ચાર વર્ષ મેલ્બર્નમાં કામ કાર્ય બાદ તેઓએ ન્યુ સાઉથ વેલ્સનાં પોર્ટ મેકવેરીમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો. ગોવિંદભાઈ જણાવે છે કે ગ્રોસરી સ્ટોર અને ફ્યુલ  સ્ટેશન  શરુ કરવું એ તેમના અભ્યાસ કરતા અલગ વસ્તુ હતી આથી અહીં સેટ થવામાં તેમને  એકાદ  વર્ષ લાગ્યું ,સામાન્ય પડકારોનો સામનો કરવો પડ્યો
So it was really a big chalenge for me to how to do that. અહીં નવા આવ્યા એટલે આ ટાઉન વિષે કઈ ખબર ન હતી- શું ચાલી શકે? શું ન ચાલી શકે ? દુકાનમાં શુ રાખશું, કેવા માણસો છે? શું તેઓ ખરીદી કરે છે ? પણ 6 મહિના બાદ સમજ પડવા મંડી .. અહીં જો તમે માણસનો ટ્રસ્ટ જાળવી રાખો તો સમુદાય તમને સપોર્ટ કરે છે..

ગોવિંદભાઈ જણાવે છે કે શરૂઆતમાં લોકો તેમની દુકાનમાં ન પ્રવેશતા, તેઓને સહેજ ખચકાટ થતો. તેમણે અને  તેમના પત્નીએ  અહીં સેટ થવા-  સમુદાયનો વિશ્વાસ જીતવા માટે  પ્રયત્ન કર્યા  અને અને આજે  લોકો દરરોજ  સ્ટોર પર આવે છે.  
Govind
Source: Supplied
કંબોઈન  ગામના સ્થાનિકોને ગોવિંદભાઈએ પ્રોત્સાહિત કર્યા, અને કેટલાક કાફે શરુ કરાવ્યા - પોતાના સ્ટોરમાં સ્થાનિકો માટે રોજગારીની તકો ઉભી કરી.



ગોવિંદભાઇ જણાવે છે કે અહીં તેમને કચ્છ જેવું લાગે છે , લોકો એકબીજાને ઓળખતા હોય  છે. અહીં લોકો ખુબ પ્રેમાળ છે. પોતાના સ્થાનિક સમુદાય સાથેના સંબંધોની વાત જણાવતા ગોવિંદભાઇ કહે છે કે  " આ એક એવું  ટાઉન છે  કે  જ્યાં દર મહિનાના છેલ્લા વિકએન્ડ માં- They have a wine night over here and  a beer night, and I got invitation for that after one year. It was such a good feeling that finally people of this town were feeling that I am the part of their family. It was heart touching so now every month I join them for the event .I take this opportunity to know community's need and spread Indian culture..."

આ એક એવું ટાઉન છે કે જ્યાં દર મહિનાના છેલ્લા વિકએન્ડમાં - They have a wine night over here and a beer night, and I got invitation for that after one year. It was such a good feeling that finally people of this town were feeling that I am the part of their family. It was heart touching so now every month I join them for the event. I take this opportunity to know community's need and spread Indian culture....
ગોવિંદભાઇ  જણાવે  છે  કે  ગામમાં વાટકી વ્યવહાર પણ ખુબ થાય છે.

Govind
Source: Supplied

કંબોઈન  ગામના સ્થાનિકો ગોવિદભાઈ અને રમીલાના પ્રયત્નોની પ્રશંશા કરે છે. ડોન ઇવાન્સ જણાવે છે કે, " જયારે ગોવિંદ અને રમીલા અહીં આવ્યા અને સ્ટોરમાં નિવેશ કર્યું - ગામની સકલ બદલાઈ ગઈ, આ એક નાનું ગામ છે, અહીં એકાદ કોફી શોપ હતી, એક કમ્યુનિટી સેન્ટર અને એક હાર્ડવેર સ્ટોર હતું,  પણ હવે પરિસ્થિતિ અલગ છે -  કોફી શોપ્સ છે, ફ્યુલ છે -  આથી પર્યટકોની સંખ્યા પણ વધી છે. આખું ગામ આ દમ્પત્તિને ખુબ ચાહે છે.... અને હા અમે તેમના આવનારા બાળકની રાહ જોઈ રહ્યા છીએ જેથી તેની ઉજવણી કરી શકીએ." 

જયારે ગોવિંદ અને રમીલા અહીં આવ્યા અને સ્ટોરમાં નિવેશ કર્યું - ગામની સકલ બદલાઈ ગઈ, આ એક નાનું ગામ છે, અહીં એકાદ કોફી શોપ હતી, એક કમ્યુનિટી સેન્ટર અને એક હાર્ડવેર સ્ટોર હતું પણ હવે પરિસ્થિતિ અલગ છે. કોફી શોપ્સ છે, ફ્યુલ છે આથી પર્યટકો ની સંખ્યા પણ વધી છે. આખું ગામ આ દમ્પત્તિને ખુબ ચાહે છે.... અને હા અમે તેમના આવનારા બાળકની રાહ જોઈ રહ્યા છીએ જેથી તેની ઉજવણી કરી શકીએ.

Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service