પર્થમાં રહેતા સૌમિલભાઇ ભટ્ટે 12 વર્ષ અગાઉ દ્રષ્ટિ ગુમાવી હતી. પરંતુ, તેમની આ પરિસ્થિતીનો મક્કમ મનોબળથી સામનો કર્યો અને જીવનની મજા માણે છે.
પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પર્થમા રહેતા સૌમિલભાઇએ 12 વર્ષ અગાઉ દ્રષ્ટિ ગુમાવી હતી. તેમ છતાં તે કોઇ પણ પ્રકારની મદદ વિના 2 વખત ભારતથી ઓસ્ટ્રેલિયા આવ્યા છે.

હાઇલાઇટ્સ
- સકારાત્મક અભિગમ અપનાવીને કોઇ પણ તકલીફનો સામનો કરી, સમસ્યાનું નિરાકરણ લાવવું, તેમ સૌમિલભાઇનું માનવું છે.
- યોગ, બાળકો સાથે સમય પસાર કરવો, ઘરના નાના-મોટા કાર્યો કરે, ટીવીના પ્રોગ્રામ અને એસબીએસ રેડિયોનો ગુજરાતી કાર્યક્રમ સાંભળે છે.
- અંધ વ્યક્તિ બિચારો નથી, તેમ સૌમિલભાઇનું કહેવું છે.
Image
દ્રષ્ટિહીન લોકો માટે ખાસ કાર્યક્રમ
દ્રષ્ટિહીન ઓસ્ટ્રેલિયન્સ હવે સૌ પ્રથમ વખત ઓડિયો પ્રસારણ સાથેના ટેલિવિઝનની મજા માણી રહ્યા છે.
જે તેમને ટેલિવિઝનની સ્ક્રીન પર શું પ્રસારિત થઇ રહ્યું છે તેની માહિતી આપે છે.
રવિવાર 28મી જૂનથી SBS અને ABC બંને 14 કલાકનું લાઇવ ટીવી કવરેજ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






