ફાઇનાન્સિયલ પ્લાનિંગ એટલે કે નાણાકિય આયોજન. નાની – નાની કાળજી કે જીવનશૈલી અપનાવીને ભવિષ્યમાં આર્થિક આઝાદી અને સફળતા મેળવી શકાય છે.
નાણાકિય સફળતા મેળવવા માટે જરૂરી ટીપ્સ
- કોઇ પણ પરિસ્થિતી સામે લડવા મજબૂત મનોબળ કેળવવું
- મુશ્કેલી સામે યોગ્ય વિચારો અને રણનીતિ ઘડીને તેને અમલમાં મૂકવું
- નાણાકિય સફળતા માટે બજેટ જરૂરી છે, આવક – જાવકને યોગ્ય ગણતરી કરીને તે પ્રમાણે નાણાકિય નિર્ણયો લેવા જરૂરી છે.
સામાજિક વર્તુળ વ્યક્તિની નાણાકિય સફળતા પર કેટલી અસરકારક
ભવિષ્યમાં નાણાકિય સફળતા, આર્થિક આઝાદી મેળવવા માટે સામાજિક વર્તુળ મહત્વનો ભાગ ભજવે છે. જેમાં બે પ્રકારના સભ્યો રાખવા હિતાવહ છે.
પ્રથમ. મિત્ર વર્તુળ કે જેમની સાથે જીવનની નાની – નાની ખુશીઓ વહેંચી શકાય છે. અને બીજું, પ્રેરણાદાયી લોકોનું ગ્રૂપ કે જેમાં નાણાકિય સફળતા મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવે.
નાણાકિય બચતની સમીક્ષા
સામાન્ય વ્યક્તિ તેની આવક – જાવકનો હિસાબ રાખીને બચતની સમીક્ષા કરી શકે છે. જેમાં વિવિધ સોફ્ટવેર્સની મદદથી આવક અને ખર્ચની નોંધ રાખી શકાય છે. નાણાકિય વ્યવહારોને છમાસિક, વાર્ષિક સમયમાં વહેંચો અને તેને કેટલી બચત થાય છે તેનું ધ્યાન રાખો.
આયોજન પ્રમાણે કાર્ય ન થાય તો પ્લાન – બી
નાણાકિય આયોજનમાં પણ ક્યારેક ચડાવ-ઊતાર આવી શકે છે અગાઉ કરેલું આયોજન નિષ્ફળ જાય તો પ્લાન - બી અમલમાં મૂકી શકાય છે. વિવિધ મિલકતો વેચીને દેવું ઘટાડવા ઉપરાંત, લોન ઇન્સ્યોરન્સ, ઇન્કમ પ્રોટેક્શન ઇન્સ્યોરન્સ, ડીસેબિલીટી ઇન્સ્યોરન્સની મદદ પણ લઇ શકાય છે.