ન્યૂ સાઉથ વેલ્સ પોલિસ દળ સમુદાયના સભ્યોને સાર્વજનિક સભાનું આયોજન કરવાના વિષયમાં સરકારી નિયમો (પ્રોટોકોલ) યાદ અપાવે છે.
Summary Offences Act 1988 સાર્વજનિક સભાઓના કાયદાકીય રીતે સંચાલન વિશે માહિતી આપે છે. આ ફ્રેમવર્ક પ્રમાણે, જાહેર સભા અધિકૃત અથવા બિનઅધિકૃત હોય છે.
કોઇ પણ સભા અધિકૃત ત્યારે થશે જ્યારે તેનું આયોજન કરનારી વ્યક્તિ સભા યોજવાના સાત દિવસ અગાઉ કમિશ્નરને નોટિસ (ફોર્મ 1) પ્રસ્તત કરે અને કમિશ્નર તેનો વિરોધ ન કરે. અથવા, ન્યાયાલય સભાને બર્ખાસ્ત ન કરે તો જ સભાને અધિકૃત માનવામાં આવશે. આ પરિસ્થિતીમાં કમિશ્નર એ પક્ષ છે જે સભાને બર્ખાસ્ત કરવા માટે ન્યાયાલયને આવેદન આપે છે.
જો નોટિસ (ફોર્મ 1) સભા યોજાય તેના સાત દિવસથી ઓછા સમયમાં કમિશ્નર સામે રજૂ કરવામાં આવે તો તે બિનઅધિકૃત ગણાશે સિવાય કે કમિશ્નર સભાનો વિરોધ ન કરે અથવા આયોજકની અરજી પર ન્યાયાલય તેને અધિકૃત જાહેર કરે.

Source: AAP
ન્યૂ સાઉથ વેલ્સ પોલિસ દરેક વ્યક્તિ તથા સમૂહના અધિકારોને સ્વીકારે છે તથા દરેક સમૂહને વાણી સ્વાતંત્ર્ય અને શાંતિપૂર્ણ રીતે સભાનું આયોજન કરવા સમર્થન કરે છે. જોકે, ન્યૂ સાઉથ વેલ્સ પોલિસની પ્રાથમિકતા હંમેશાં વ્યાપક સમુદાયની સુરક્ષા જ રહેશે.
કોઇ પણ પ્રદર્શન જે ન્યૂ સાઉથ વેલ્સમાં લાગૂ સાર્વજનિક સ્વાસ્થ્યના વર્તમાન આદેશોની સીમાનું ઉલ્લંઘન કરશે તેને અધિકૃત ગણવામાં આવશે નહીં.
સમગ્ર રાજ્યમાં પોલીસ વિરોધ પ્રદર્શન કરનારા લોકોને મળીને કાર્ય કરશે તથા શાંતિ ભંગ ન થાય અને સમુદાય પ્રભાવિત ન થાય તે સુનિશ્ચિત કરશે. ગેરકાયદેસર વ્યવહાર સહન કરવામાં આવશે નહીં.
સાર્વજનિક સભા વિશે કોઇ પ્રશ્ન હોય તો સ્થાનિક પોલિસ સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.