ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં 7માં આંતરરાષ્ટ્રીય યોગા ડેની ઉજવણી કરવામાં આવી હતી.
મેલ્બર્ન
કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, મેલ્બર્ન દ્વારા યુનિવર્સિટી ઓફ મેલ્બર્ન, ધ આર્ટ ઓફ લિવીંગ અને હાર્ટફૂડનેસ ઇન્સ્ટીટ્યૂટના સહયોગથી શનિવારે 19મી જૂન 2021ના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિડની
સિડની સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ 'યોગા ફોર પીસ ઓફ માઇન્ડ એન્ડ વેલનેસ' થીમ સાથે વર્ષ 2021ના આંતરરાષ્ટ્રીય ડે ઓફ યોગાનું આયોજન કર્યું હતું. 18મી જૂન 2021ના રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કેનબેરા
ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં પણ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું. 19મી જૂન 2021 ના રોજ ઓનલાઇન માધ્યમ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો વિષય 'યોગા માર્ગ - ધ રોલ ઓફ પ્રેક્ટિસ ઇન ધ પાથ ઓફ યોગા' રાખવામાં આવ્યો હતો.
પર્થ
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થમાં 17મી જૂનના રોજ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ગવર્મેન્ટ હાઉન્સ લોન્સ ખાતે યોગા ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 125 લોકોએ ભાગ લીધો હતો. આ આયોજનમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ગવર્નર કિમ બેઝલી, કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા, એમએલએ યાઝ મુબારકાઇ હાજર રહ્યા હતા.
19મી જૂનના રોજ ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તથા અન્ય 45 ભારતીય એસોસિયેશને ભેગા મળીને યોગા ડેની ઉજવણી કરી હતી. તેમાં 100 સભ્યો હાજર રહ્યા હતા.

Source: Supplied by Amit Mehta