ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચના વરસાદી વાતાવરણની સંપૂર્ણ માહિતી

Source: AAP Image/ Nick Potts/PA Wire
ભારતે ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે અને પોતાની બંને મેચો મોટા અંતરથી જીતી લીધી છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ટીમનો આગામી મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. ન્યૂઝીલેન્ડે પણ પોતાની ત્રણેય મેચમાં વિજય મેળવ્યો હોવાથી બંને ટીમો વચ્ચે એક રોમાંચક મુકાબલો થાય તેવી શક્યતા છે. પરંતુ, ઇંગ્લેન્ડમાં હાલમાં વરસાદ ચાલી રહ્યો છે અને છેલ્લા બંને દિવસની મેચો વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. એવા સંજોગોમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નોટિંગહામ ખાતે રમાનારી મેચમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતા છે. ભારતના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અમિત શાહે બંને ટીમની વિસ્તૃત માહિતી, ઓપનર શિખર ધવનની ઇજા અને નોટિંગહામના વરસાદી વાતાવરણ વિશે વાત કરી હતી.
Share