એક અભ્યાસના આંકડા પ્રમાણે, કોરોનાવાઇરસની મહામારીના કારણે ઓસ્ટ્રેલિયામાં લોકોને નોકરી મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે,
- એક સામાન્ય પ્રવેશ સ્તરની નોકરી માટે પણ 100થી વધારે લોકો અરજી કરે છે.
- ઓસ્ટ્રેલિયામાં દરેક એન્ટ્રી લેવલ નોકરી માટે 8 અરજી વિવિધ પ્રકારની મુશ્કેલીનો સામનો કરતા લોકો દ્વારા કરવામાં આવે છે.
- તાસ્મેનિયા અને સાઉથ ઓસ્ટ્રેલિયામાં નોકરીની તકો ઓછી હોવાથી નોકરી શોધતા લોકોની પરિસ્થિતી વધુ વણસી છે.