Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

"સંભવામિ યુગે યુગે" કહેનાર કૃષ્ણ, આધુનિક યુગમાં કેટલા પ્રાસંગિક?

Bhagyesh Jha collage.jpg

Author, Public Speaker and former chairman of Gujarat Sahitya Academy Bhageysh Jha on management lessons from Bhagwat Geeta

સાંપ્રત સમયમાં કૃષ્ણદર્શન વિષય પર ચર્ચા માટે સરકારી વહીવટદાર, લેખક અને વક્તા ભાગ્યેશભાઈ જહા SBS Gujarati સાથે જોડાયા. ગુજરાત સરકારમાં યુવા અને સાંસ્સકૃતિક ખાતામાં વહીવટી જવાબદારીઓ નિભાવવા સાથે સાહિત્ય સર્જન ઉપરાંત કૃષ્ણ અને મેનેજમેન્ટ પર તેમણે ઘણા વક્તવ્યો આપ્યા છે. તેઓ કહે છે કે સાંપ્રત સમયની આપણી સમસ્યાઓના ઉકેલ કૃષ્ણ જીવનમાંથી મળી શકે છે.


Published

Updated

Presented by Sushen Desai

Source: SBS



Share this with family and friends


સાંપ્રત સમયમાં કૃષ્ણદર્શન વિષય પર ચર્ચા માટે સરકારી વહીવટદાર, લેખક અને વક્તા ભાગ્યેશભાઈ જહા SBS Gujarati સાથે જોડાયા. ગુજરાત સરકારમાં યુવા અને સાંસ્સકૃતિક ખાતામાં વહીવટી જવાબદારીઓ નિભાવવા સાથે સાહિત્ય સર્જન ઉપરાંત કૃષ્ણ અને મેનેજમેન્ટ પર તેમણે ઘણા વક્તવ્યો આપ્યા છે. તેઓ કહે છે કે સાંપ્રત સમયની આપણી સમસ્યાઓના ઉકેલ કૃષ્ણ જીવનમાંથી મળી શકે છે.


જેમના પરિચયમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી અને USDA Graduate school Washington નો ઉલ્લેખ આવે, નામ સાથે IAS પણ લાગે, નિવૃત્તિ પછી પણ મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતે કાર્યરત હોય, હ્રદય થી કવિ, સંસ્કૃતમાં આખું પ્રવચન આપી શકે એટલી પ્રવીણતા ધરાવતા અને કૃષ્ણને કવિતા લખે કે "SMS કરવાનું બંધ કરો શ્યામ" એવા ભાગ્યેશભાઇ જહા જન્માષ્ટમીના અવસરે સાંપ્રત સમયમાં કૃષ્ણદર્શન વિષય પર ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે.

વડોદરા અને ગોધરાના કલેકટર તરીકેની તેમના કાર્યને પ્રદેશના લોકો આજે પણ યાદ કરે છે. તેમના ઘણા કવિતા સંગ્રહો જેમકે ટેબ્લેટ ને અજવાળે પાનબાઈ , મીરાની જેમ મને મળજો અને સંકોચાયેલુ મૌન ને વાચકોનો ખૂબ પ્રેમ સાંપડ્યો છે. અને આમુખ નામથી તંત્રી લેખો પણ પ્રકાશિત થયા છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now