વર્ષ 1975માં, સ્વયંસેવક પ્રસારકો દ્વારા સિડનીમાં 2-E-A અને મેલ્બર્નમાં 3-E-A દ્વારા પ્રસારણની શરૂઆત થઇ હતી. શિક્ષકો, સામાજિક કાર્યકર્તાઓ, ડોક્ટર અને પત્રકારોએ તેમનો સમય ફાળવી રેડિયો સ્ટેશનનો પાયો નાંખ્યો હતો.
હાઇલાઇટ્સ
- SBS વિશ્વની સૌથી વધુ ભાષામાં પ્રસારિત રેડિયો સ્ટેશન છે.
- SBS રેડિયો મૂળ એથનિક ઓસ્ટ્રેલિયાના નામે શરૂ થયેલો ત્રણ મહિનાનો પ્રોજેક્ટ હતો.
- ઓસ્ટ્રેલિયામાં પહેલો ગુજરાતી રેડિયો કાર્યક્રમ 70ના દાયકામાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
માઇગ્રન્ટ સમુદાયને અંગ્રેજીનું જ્ઞાન હોય તેમ છતાં તેમને માતૃભાષામાં જ સમાચાર મળી રહે તે માટે તે સમયના વડાપ્રધાન માલ્કમ ફ્રેસરે SBS ની ઔપચારિક સ્થાપના કરી હતી.
ઘોષણાપત્રમાં જણાવ્યા પ્રમાણે SBS નો ઉદ્દેશ્ય તમામ ઓસ્ટ્રેલિયન્સને પ્રોત્સાહિત કરી, તેમની બહુસાંસ્કૃતિક દુનિયાને ઉજવણી કરી એક સુસંગત સમાજની રચના કરવાનો છે.
SBS Radio ની ચાર દાયકાથી વધુની સફરમાં આમારી સાથે જોડાનાર આપ સૌ શ્રોતા મિત્રોનો ખુબ ખુબ આભાર.
હંગામી ધોરણે ત્રણ મહિના માટે શરૂ કરવામાં આવેલા રેડિયો સ્ટેશનની 45 વર્ષની સફર વિશે વધુ જાણવા માટે ઓડિયો સાંભળો.