પર્થમાં લોકડાઉનનો નિર્ણય
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પર્થ અને પીલ વિસ્તારોના રહેવાસીઓ આગામી 3 દિવસ સુધી લોકડાઉન હેઠળ રહેશે. લોકડાઉનનો સમય શુક્રવાર રાતથી સોમવાર રાત્રિ 11.59 વાગ્યા સુધી લાગૂ રહેશે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્ક મેકગોવેને જણાવ્યું હતું કે, વિક્ટોરીયાના રહેવાસીનો કોરોનાવાઇરસનો ટેસ્ટ પોઝીટીવ આવ્યા અગાઉ તથા હોટલ ક્વોરન્ટાઇન પૂરું કર્યા વચ્ચે તે પર્થમાં રોકાયો હતો.
પર્થમાં વિતાવેલા સમય દરમિયાન તેના દ્વારા એક વ્યક્તિને પણ કોરોનાવાઇરસનું સંક્રમણ થયું છે.
તેથી જ પ્રીમિયર લોકડાઉનની જાહેરાત કરી હતી.
પર્થ અને પીલના રહેવાસીઓ કાર્ય, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી, આરોગ્ય સેવા તથા કસરત સિવાયના કારણોસર ઘર બહાર જઇ શકશે નહીં.