ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ભારતમાં કોરોનાવાઇરસના કેસ વધતા ભારતથી ઓસ્ટ્રેલિયા આવતી ફ્લાઇટ્સ તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
ભારત સાથેની હવાઇ મુસાફરી 15મી મે 2021 સુધી બંધ કરવામાં કરવામાં આવશે. તથા, ત્યારબાદ પરિસ્થિતીની સમીક્ષા કરીને કોઇ નિર્ણય લેવાશે. તેમ વડાપ્રધાને જાહેરાત કરી હતી.
વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ભારતથી દોહા, સિંગાપોર, કુઆલાલુમ્પુર જેવા શહેરોમાં થઇને ઓસ્ટ્રેલિયા આવતી ફ્લાઇટ્સને જે-તે દેશની સરકારે સ્થગિત કરી છે.
આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા ભારતને કોરોનાવાઇરસની મહામારીમાં મદદરૂપે વેન્ટીલેટર્સ તથા ઓક્સીજન પૂરો પાડશે તેવો નિર્ણય મિટીંગમાં લેવાયો હતો.
ઓસ્ટ્રેલિયા 500 વેન્ટીલેટર્સ, 1 મિલીયન સર્જીકલ માસ્ક, 500,000 પ્રોટેક્ટીવ તથા સર્જીકલ માસ્ક, ગોગલ્સ, ફેસશિલ્ડ મોકલશે.
ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સને પરત લાવવા માટેની ફ્લાઇટ્સ શક્ય હશે તેટલી જલદીથી શરૂ કરવા અંગે પણ વડાપ્રધાને જણાવ્યું હતું.