નેશનલ કેબિનેટ બાદ જાહેર કરવામાં આવેલા નવા ફેરફાર
- કેન્દ્ર સરકારે કોવિડ-19નો ચેપ ધરાવતી વ્યક્તિએ આઇસોલેશન સમાપ્ત થયા અગાઉ છઠ્ઠા દિવસે કરવામાં આવતા રેપીડ એન્ટીજન ટેસ્ટની જરૂરીયાત હવે સમાપ્ત કરી છે.
- મોટાભાગના રાજ્યોમાં નજીકના સંપર્કમાં આવેલા લોકોએ સાત દિવસ સુધી આઇસોલેટ તથા છઠ્ઠા દિવસે રેપીડ એન્ટીજન ટેસ્ટની જરૂરીયાત છે, સાઉથ ઓસ્ટ્રેલિયામાં આ સમય 10 દિવસ યથાવત છે.
- ન્યૂ સાઉથ વેલ્સે કોવિડ ચેપ ધરાવતી વ્યક્તિના નજીકના સંપર્કમાં આવનારા લોકોને શક્ય હોય તેટલું જલદી PCR ટેસ્ટ કરાવવા જણાવ્યું છે.