ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના કેસ વધતા વિવિધ નિર્ણય લેવાયા
ન્યૂ સાઉથ વેલ્સે રાજ્યમાં વધી રહેલા કોવિડ-19 કેસના કારણે નવા નિયંત્રણો અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.
જે અંતર્ગત.. ઇલેક્ટીવ તથા તાત્કાલિક જરૂર ન હોય તેવી સર્જરી ફેબ્રુઆરીની મધ્ય સુધી સ્થગિત કરવામાં આવી છે.
હોસ્પિટાલિટી સ્થળોમાં સિંગીગ તથા ડાન્સિંગ પર 27 જાન્યુઆરી સુધી પ્રતિબંધ, લગ્નને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
શિક્ષકો તથા નર્સ સહિત પ્રથમ હરોળમાં કાર્ય કરતા કર્મચારીઓ માટે બૂસ્ટર શોટ ફરજિયાત કરાયો છે.
બીજી તરફ, ક્વિન્સલેન્ડે પણ નિયંક્ષણો અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.
ક્વિન્સલેન્ડ સરકારના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં કોવિડ-19 સંક્રમણની સંખ્યા વધે તો શાળાનું નવું સત્ર બે અઠવાડિયા પાછળ ધકેલાઇ શકે છે.
રાજ્યમાં લોકોને ઘરેથી જ કાર્ય કરવા જણાવાયું છે તથા આગામી છ અઠવાડિયા સુધી સામાજિક મેળાવડા ઓછા કરવાનું કહેવાયું છે.
ઇલેક્ટીવ સર્જરી પણ સ્થગિત થઇ શકે છે.