ઓસ્ટ્રેલિયામાં ફાઇઝરની રસી આગામી અઠવાડિયાઓમાં ઉપલબ્ધ થશે, ફેબ્રુઆરીના અંત સુધીમાં રસીકરણ શરૂ થશે, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ ઓસ્ટ્રેલિયન પત્રકાર ચેંગ લેઇના મામલામાં હસ્તક્ષેપના આરોપો નકાર્યા, વિક્ટોરીયા - ન્યૂ સાઉથ વેલ્સે ક્વોરન્ટાઇનના 16મા દિવસે કોરોનાવાઇરસનો ટેસ્ટ ફરજિયાત કર્યો.
બ્રેકિંગ ન્યૂઝ - વિક્ટોરીયામાં હોટલ ક્વોરન્ટાઇન પ્રોગ્રામમાં એક વ્યક્તિમાં કોરોનાવાઇરસનું નિદાન થયું છે. હોલિડે - ઇન હોટલમાં તેના ઊતારા દરમિયાન કરવામાં આવેલા તેના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.
7મી ફેબ્રુઆરીના રોજ તેણે હોટલમાંથી રજા લીધી હતી અને 9મી ફેબ્રુઆરીએ કરવામાં આવેલો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






