ઓસ્ટ્રેલિયામાં રજીસ્ટર્ડ નર્સ એકાંકી પટેલ તેમની 18 મહિનાથી ભારતમાં ફસાઇ ગયેલી દિકરીને પરત લેવા માટે ભારત ગયા હતા.પરંતુ, ઓસ્ટ્રેલિયાના નાગરિક કે પર્મેનન્ટ રેસીડન્ટ ન હોવાના કારણે તેઓ મંજૂરી વગર ઓસ્ટ્રેલિયા પરત આવી શકે તેમ નથી.
એકાંકી પટેલે SBS Gujaratiને જણાવ્યું હતું કે તેમનો વ્યવસાય ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19 ક્રિટીકલ વ્યવસાયોની શ્રેણીમાં આવતો હોવાથી ઓસ્ટ્રેલિયા મુસાફરી માટેની અરજી કરેલી છે પરંતુ, તેમની અરજી પાંચ વખત નકારવામાં આવી છે.
રજીસ્ટર્ડ નર્સ એકાંકી પટેલની ઓસ્ટ્રેલિયા મુસાફરી માટે નામંજૂર થયેલી અરજી
Image
એકાંકી પટેલના જણાવ્યા પ્રમાણે, તેમની ઓસ્ટ્રેલિયા મુસાફરી માટેની અરજી પાંચ વખત નકારવામાં આવી છે.

Akanki Patel's travel exemption to Australia has been rejected five times. Source: Supplied by Akanki Patel