કયાં છે પાણી વાપરવા માટેનાં નવાં નિયંત્રણો ?

water restrictions

Source: Getty Images

ન્યુ સાઉથ વૅલ્સના ડેમમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારે પાણી માટે લેવલ-2 રિસ્ટ્રિક્શન્સ એટલે કે બીજાં સ્તરના પ્રતિબંધો અમલમાં લાવવાનું જાહેર કર્યું છે. કયા છે આ પ્રતિબંધો? જાણીએ એ કોને લાગુ પડશે.


૧૦મી ડીસેમ્બરથી અમલમાં આવી રહેલા નિયંત્રણના મુખ્ય મુદ્દા:

  • સવારે 10 વાગ્યા પહેલાં અથવા સાંજે 4 વાગ્યા પછી બગીચામાં પાણી પાવું તે પણ માત્ર નળમાંથી ડોલ ભરીને, પાઈપનો વપરાશ ન કરવો.
  • જો તમારી પાસે સ્માર્ટ ડ્રીપ સિંચાઈ સિસ્ટમ હોય, તો તેનો 15 મિનિટ સુધી ઉપયોગ કરી શકો છો.
  • ઈંટ કે કોંક્રિટના ડ્રાઇવ વે પાઈપથી ધોવા નહી.
  • કાર ધોવા માટે ફક્ત ડોલ અને સ્પોન્જનો ઉપયોગ કરવો.
  • સ્વીમીંગ પૂલ માં પાણી ભરવા માટે વિશેષ પરવાનગીની જરૂર પડશે.
  • જ્યારે પૂલમાં પાણી ઓછું હોય, ત્યારે તેને ફક્ત 15 મિનિટ માટે ગરમ કરો.

નિયમ ભંગ બદલ વ્યક્તિગત ધોરણે $220નો દંડ થશે અને વ્યવસાયોને $550નો દંડ ભોગવવો પડશે.

વધુ વિગતો માટે ઑડિઓ રિપોર્ટ સાંભળો.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now