ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે જ્યાં તે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે ત્યાર બાદ ઇંગ્લેન્ડ સામે દ્વિપક્ષીય શ્રેણીમાં ટકરાશે.
ભારતીય ક્રિકેટર્સનું કોવિડ-19ના કારણે લાગૂ કરવામાં આવેલું બાયો-સિક્યોર બબલ (ક્વોરન્ટાઇન સમય) 12મી જૂનથી પૂરું થશે.
આ સમય દરમિયાન ભારતીય ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફ 3 દિવસ સુધી સ્ટેડિયમમાં જ બનાવવામાં આવેલા ક્વોરન્ટાઇન રૂમમાં રહ્યા હતા. અને તેમને ભોજન તથા અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
તેમના 3 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અને તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમને મેદાનમાં પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવી હતી. અને, તેમની હલનચલન પર વિશેષ નજર રાખવામાં આવી હતી.
ભારતીય પુરુષ ટીમની સાથે મહિલા ટીમ પણ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને તે પણ આ પ્રકારે ક્વોરન્ટાઇન હેઠળ રહી હતી.