ભારત સેમિ.ની નજીક, ઇંગ્લેન્ડ - પાકિસ્તાનમાંથી એક ટીમ અંતિમ ચારમાં પ્રવેશશે

Indian cricket fans wave their national flags during the Cricket World Cup match between West Indies' and India at Old Trafford in Manchester. Source: AAP Image/AP Photo/Jon Super
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ 2019 આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની ગઇ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ પણ એક વિજય દૂર છે. એટલે કે, એક સ્થાન માટે યજમાન ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે સ્પર્ધા થશે. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરથી વરિષ્ઠ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અમિત શાહે ભારતના વેસ્ટ ઇન્ડીઝ પરના વિજય અને સેમિફાઇનલના સમીકરણો વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share