શા માટે ગુજરાત સ્થાપના દિવસ તરીકે 1લી મેં પસંદ કરવા માં આવી?

Source: Public Domain
મહાગુજરાત ની ચળવળ એ દ્વિભાષી મુંબઈ રાજ્ય માંથી ગુજરાતી બોલનાર અને મરાઠી બોલનાર લોકો માટે ભાષાવાર રાજ્ય ની રચના માટે નું આંદોલન હતું . વર્ષ 1956 માં શરુ થયેલ આ અંદોલન ની ફળશ્રુતિ વર્ષ 1960 માં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો ની રચના રહી. ગુજરાત નિર્માણ ના આંદોલન ની આગેવાની શ્રમજીવી વર્ગે લીધેલ આથી 1લી મેં ને ગુજરાત સ્થાપના દિવસ ઘોષિત કરાયો . શ્રી અરુણ મેહતા , જેમના પિતા સુબોધ મહેતા અને માતા નીરૂબેન પટેલ આ ચળવળ ના સક્રિય નેતા હતા, તેઓએ આ ચળવળ ની મહત્વ ની વિગતો અંગે હરિતા મહેતા સાથે કરેલ વાતચીત
Share




