શું તમે વેસ્ટર્ન સિડનીમાં રહેતી એક સ્ત્રી છો અને તમને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે મદદ જોઈએ છે? તો ઝડપથી અરજી કરો.

Greater Western Sydney Multicultuaral Women's Network Source: VIkki Hine
Sydwest's Multicultural Services દ્વારા તાજેતરમાં Greater Western Sydney Multicultuaral Women's Network શરૂ થયું છે, જેના ભાગરૂપે એમણે Women Taking Care of Business Programmeની જાહેરાત કરી છે. ત્યાંનાં બિઝનેસ ડેવલપમેન્ટ ઍન્ડ કમ્યુનિકેશન મેનેજર વિક્કી હાયને આ કાર્યક્રમની વિગતો આપતાં કહ્યું છે કે સિડનીનાં વૅસ્ટર્ન સબર્બ્સમાં રહેતી જુદી-જુદી ભાષા અને સંસ્કૃતિની સ્ત્રીઓને પોતાનો બિઝનેસ શરૂ કરવામાં મદદરૂપ થઈ શકે એવા મુદ્દાઓ વિષે આ પ્રોગ્રામમાં ખાસ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તમારે પણ જો તમારો બિઝનેસ શરૂ કરવામાં કે આગળ વધારવામાં રસ હોય તો આ નિઃશુલ્ક પ્રોગ્રામમાં જોડાવા માટે અરજી કરો.
Share