દુનિયાના એક ખૂણેથી બીજે સ્થળાંતર કરી જવું સાવ સામાન્ય બનતું જાય છે,જેની કિંમત ચૂકવી રહ્યા છે કૌટુંબિક સંબંધો. એક તરફ બાળકો તેમના દાદા-દાદી, નાના-નાનીની છત્રછાયાથી દૂર ઉછરી રહ્યા છે તો બીજી બાજુ પાછળ છૂટી ગયેલા વડીલો માટે એકલતાના પ્રશ્નો છે. આવા સંજોગોમાં દાદા અથવા દાદી કે નાના અથવા નાની 'દત્તક' લેવાની પ્રથા જોવા મળી રહી છે. આવો જોઈએ એક બીજાના જીવનમાં ખોટ પૂરતા નવા જમાનાના સંબંધો.