SKIP TO MAIN CONTENT

સેટલમેન્ટ ગાઈડ : ઓસ્ટ્રેલિયામાં ધાર્મિક સ્વતંત્રતા શું છે?

ઓસ્ટ્રેલિયા એક ધર્મનિર્પેક્ષ દેશ છે. આ સપ્તાહે સેટેલેંટ ગાઇડમાં જાણીએ કે તેનો અર્થ શું છે.

People
Source: Getty

2 min read

Published

Updated

By Harita Mehta, Audrey Bourget



Skip to article content

ધર્મનિર્પેક્ષતા શું છે?

વર્ષ 1901માં જ્યારથી ફેડરેશનની સ્થાપના થઇ છે ત્યારથી ઓસ્ટ્રેલિયા ધર્મનિર્પેક્ષ દેશ છે. એટલેકે સરકાર ધર્મ પાલન કે માન્યતા ક્ષેત્રે હસ્તક્ષેપ ન કરી શકે .

યુનિવર્સીટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના કાયદાના લેક્ચરર ડો. રાની બાર્કર નું કહેવું છે કે, " ઓસ્ટ્રેલિયામાં ધર્મનિર્પેક્ષતાનો અર્થ છે કે જો વ્યક્તિ પોતાની ધાર્મિક માન્યતાઓ વ્યક્ત કરવા ઈચ્છે - ઈચ્છામૃત્યુ ના રૂપમાં, કે આંતકવાદ અંગે, લગ્નના કાયદા અંગે, ગર્ભપાત અંગે - તો તેનું સ્વાગત છે. "

"પરંતુ  વ્યક્તિનો વિચાર કોઈ અન્ય વ્યક્તિના ધર્મ કે કોઈ ધર્મમાં ન માનનાર વ્યક્તિ કરતા મહત્વના નથી." 

ધાર્મિક સ્વતંત્રતા શું છે?

ઓસ્ટ્રેલિયન લોકો પોતાની  માન્યતા પ્રમાણે ધર્મ પાળી શકે છે અને જાહેરમાં તેને વ્યક્ત પણ કરી શકે છે. ઓસ્ટ્રલિયામાં ખરીટી ધર્મ પાળનારની બહુમતી છે, પણ ત્રીજા ભાગના ઓસ્ટ્રેલિયન લોકો કહે છે કે તેઓ કોઈ ધર્મ નથી પાળતા.

ઓસ્ટ્રેલિયામાં ઇસ્લામ, બૌદ્ધ અને હિન્દૂ ધર્મ 19મી સદીથી પાળવામાં આવે છે.

Women wear hijabs outside Parliament House in Canberra
Source: AAP

ધર્મનિરપેક્ષતા સંપૂર્ણ રીતે બરાબર નથી

ભલે ઓસ્ટ્રેલિયા મોટાભાગે ધર્મનિરપેક્ષ દેશ છે, પણ કેટલા કાયદાઓમાં ખ્રિસ્તી ધર્મના મૂલ્યોનું પ્રતિબિંબ જોઈ શકાય છે.

ડો. રાની બાર્કરનું કહેવું છે કે આ પરીસ્થીમાં બદલાવ આવી રહ્યો છે. હવે અન્ય ધર્મોની વસ્તી પણ વધી રહી છે. આથી દરેક વ્યક્તિનોsmavesh થઇ શકે તેવા ઉદેશ થી કાયદાઓમાં બદલાવ આવી રહ્યો છે. દા.ત. સમલૈંગિક લગ્નની બાબતે.

Image

ધાર્મિક સ્વતંત્રતા નક્કર નથી

ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના ધર્મના સિદ્ધાંતો ને આદર આપવામાં આવે છે, જ્યાં સુધે તે કાયદાની વિરુદ્ધ ન હોય.  દા.ત નાની વયની વ્યક્તિ સાથે લગ્ન ન કરી શકાય ભલેને તે ધાર્મિક માન્યતા પ્રમાણે સાચું હોય.

ઓસ્ટ્રેલિયામાં પાળવામાં આવતા ધર્મની સાંખ્યકી ઝલક

ઓસ્ટ્રેલિયાની 52 ટકા વસ્તી ખ્રિસ્તી ધર્મ પાળે છે. (22.6% સાથે કેથલિક ખ્રિસ્તી સૌથી મોટો વર્ગ છે). 50 વર્ષ પહેલા આ પ્રમાણ 88 ટકા હતું.

ઓસ્ટ્રેલિયામાં કોઈપણ ધર્મમાં ન માનનાર લોકોની સંખ્યા છે 30.1 ટકા. જેમાં વર્ષ 2011 થી 2016 સુધીમાં 5 ટકા નો વધારો થયો છે.

2.6 ટકા લોકો ઇસ્લામ પાળે છે

2.4 ટકા લોકો બૌદ્ધ ધર્મના  છે

1.9 ટકા લોકો હિન્દૂ ધર્મ પાળે છે

0.5 ટકા શીખ લોકો છે. 

ઓસ્ટ્રેલિયન જનગણનાના પરિણામો here.


Follow SBS Hindi

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now