સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોનાવાઇરસનો કહેર વર્તાઇ રહ્યો છે જેના કારણે, આ વર્ષે ગુજરાતીઓના સૌથી પ્રિય એવા નવરાત્રીના આયોજનને પણ અસર પહોંચી છે.
ભારતમાં નવરાત્રીનું આયોજન રદ કરવા માટે વિચારણા ચાલી રહી છે તો, ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં પણ આ વર્ષે નવરાત્રીનું આયોજન શક્ય બની શક્યું નથી.
જોકે, ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરના ગરબારસીકોએ નિરાશ થવાની જરૂર નથી.
જાહેર સ્થળો પર નવરાત્રીના આયોજનની પરવાનગી નથી ત્યારે SBS Gujarati લઇને આવ્યું છે, #SBSNavratri2020

Indian men and women perform Garba Dandiya dance during the Navratri festival. Source: Vishal Bhatnagar/NurPhoto via Getty Images
#SBSNavratri2020 માં ભાગ લેવા માટે તમે વડોદરાના પ્રસિદ્ધ કલાકાર શ્રી અચલ મહેતાને કંઠે ગવાયેલા અને તેમની વેબસાઈટ પર શેર કરેલા નીચે જણાવેલા ગરબા પર તમારો 30થી 45 સેકન્ડ્સનો વીડિયો રેકોર્ડ કરી SBS Gujarati ને ફેસબુક મેસેન્જર દ્વારા મોકલાવો.
1. માઁનો ગરબો આવ્યો રે રમતો રમતો
અચલ મહેતાના કંઠે ગવાયેલો ગરબો "માઁનો ગરબો આવ્યો રે રમતો રમતો"
2. તારા વિના શ્યામ
3. મને એકલી જાણીને કાન્હે છેડી રે
અમે નવરાત્રીના દિવસો દરમિયાન SBS Gujarati ના ઓનલાઇન અને સોશિયલ મીડિયા માધ્યમ પર વિવિધ વીડિયોને સ્થાન આપીશું.
ગરબા સાથે તમારી માહિતી મોકલાવવી ફરજિયાત
વીડિયો સાથે, તમારે તમારું નામ, ઇમેલ એડ્રેસ અને ફોન નંબર મોકલાવવા આવશ્યક છે.
તમે રેકોર્ડ કરેલો ગરબાનો વીડિયો અમને SBS Gujarati ના Facebook Messenger https://www.facebook.com/messages/t/SBSGujarati પર મોકલાવી શકો છો.
વીડિયો મોકલવાની છેલ્લી તારીખ – 14 ઓક્ટોબર 2020
#SBSNavratri2020 ના વીડિયો SBS Gujarati વેબસાઇટ અને ફેસબુક પેજ પર 17થી 25 ઓક્ટોબર વચ્ચે અપલોડ કરવામાં આવશે.
તમારો ગરબા કરતો વીડિયો Landscape Mode માં રેકોર્ડ કરો અને ડાન્સર સેન્ટર પોઝીશનમાં રહે તે જરૂરી.
** વીડિયો મોકલીને તમે તમારા નામ સાથે વીડિયો SBS ને ઓનલાઇન તથા સોશિયલ મીડિયા માધ્યમ પર મૂકવાની પરવાનગી આપી રહ્યા છો. વીડિયોમાં કોઇ 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ ભાગ લે તો તેમના માતા-પિતાની સહેમતિ જરૂરી છે.