મેસેજીંગ એપ્લિકેશન WhatsApp એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) સાથે ભાગીદારી કરીને કોરોનાવાઇરસ સામે લડત માટે સર્વિસ શરૂ કરી છે.
WhatsApp Coronavirus Information Hub સર્વિસની મદદથી યુઝર કોરોનાવાઇરસ વિશેની જાણકારી મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં કોરોનાવાઇરસને ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યથી વિવિધ પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે. તેની સામે લડત માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને WhatsApp સાથે ભાગીદારી કરીને લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે સર્વિસ શરૂ કરી છે.

Source: SBS Gujarati
કેવી રીતે સર્વિસનો લાભ લઇ શકાય
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સત્તાવાર વોટ્સએપ નંબર (+41798931892) પર “Hi” મેસેજ લખવાથી તરત જ વિવિધ પ્રકારના મેનુ દેખાશે અને ત્યાર બાદ જે-તે માહિતી મેળવવા માટે તે નંબર ટાઇપ કરવાથી તે અંગેની તાજી જાણકારી પ્રાપ્ત થશે.

Source: SBS Gujarati
વિવિધ પ્રકારની માહિતી ઉપલબ્ધ
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિવિધ પ્રકારની માહિતી ઉપલબ્ધ છે. જેમાં...
- કોરોનાવાઇરસના તાજા આંકડા
- કેવી રીતે વાઇરસના ચેપથી બચી શકાય
- વિવિધ પ્રશ્નોના જવાબ
- માન્યતા અંગેના ખુલાસા
- ટ્રાવેલ અંગેની સલાહ
- સમાચાર

Source: SBS Gujarati
મંગળવાર બપોરથી, જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને તેમને લક્ષણો જણાતા હોય તેમણે 14 દિવસની અંદર પોતાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
જો તમને તેમ લાગતું હોય કે તમને વાઇરસની અસર છે, તો તમારા ડોક્ટરને ફોન કરો, તેમની મુલાકાત ન લો અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800 020 080 પર સંપર્ક કરો.
જો તમને શ્વાસ લેવામાં અથવા મેડિકલ સહાયની જરૂર જણાય તો (000) પર ફોન કરો.
Share


