SKIP TO MAIN CONTENT

હેરિટેજ સાઈટની યાદીમાં સિડની યુનિવર્સીટી

ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના હેરિટેજ મંત્રી ગેબ્રિઅલ દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ સિડની વિશ્વવિદ્યાલય અને તેની આસપાસની સાઈટને રાજ્ય હેરિટેજ (વારસા) રજીસ્ટરમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Sydney uni with jacaranda
Source: Flickr/Andrea Schaffer CC BY 2.0

3 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

સિડની વિશ્વવિદ્યાલય, જે સિડની યુનિવર્સીટી તરીકે જાણીતું છે, તે ઓસ્ટ્રેલિયાની સૌથી યુનિવર્સીટીઓમાંની એક છે. ઘણા વર્ષોના અભિયાન બાદ હવે આ યુનિવર્સીટીને હેરિટેજ (વારસા)નો દરજ્જો આપવામાં આવ્યો છે. સિડની યુનિવર્સીટીની સ્થાપના વર્ષ 1850માં કરવામાં આવી હતી.

આ યુનિવર્સીટીના કેમ્પરડાઉન કેમ્પસના મૂળ નિયો ગોથિક સેન્ડસ્ટોનના ચતુર્ભુજ અને ગ્રેટ ટાવર બિલ્ડીંગ્સ,અને વિક્ટોરિયા પાર્કની બાજુમાં આવેલ કોલેજનો ભાગ હેરિટેજ તરીકેની યાદીમાં સામેલ છે.

યુનિવર્સીટી ખાતે આ ઘોષણ કરતા ન્યુ સાઉથવેલ્સ રાજ્યના હેરિટેજ મંત્રી ગેબ્રિઅલ અપ્ટોને જણાવ્યું કે, "આ વાસ્તવમાં એક વિશેષ સ્થાન છે. આ એ સ્થળ છે, જેણે આપણા શહેરને ઘડ્યું છે, આપણા રાજ્યને ઘડ્યું છે અને આપણા રાષ્ટ્રને ઘડ્યું છે."

"આ વાસ્તવમાં એક વિશેષ સ્થાન છે. આ એ સ્થળ છે, જેણે આપણા શહેરને ઘડ્યું છે, આપણા રાજ્યને ઘડ્યું છે અને આપણા રાષ્ટ્રને ઘડ્યું છે." - ગેબ્રિઅલ અપ્ટોન, ન્યુ સાઉથવેલ્સ રાજ્ય હેરિટેજ મંત્રી

હેરિટેજ મંત્રી ગેબ્રિઅલ અપ્ટોને ઉમેર્યું હતું કે, " આ એકમાત્ર ઓસ્ટ્રેલિયાની જૂની યુનિવર્સીટીઓમાંની એક છે જે હેરિટેજની યાદીમાં સ્થાન માટે યોગ્ય પસંદગી છે.  આ સમય ઉજવણી કરવાનો છે, આ સ્થાનના ઐતિહાસિક  અને અનન્ય  સાંસ્કૃતિક લેન્ડસ્કેપને ટકાવી રાખી તેના વારસાને રક્ષિત કરવાનો છે. " 

સિડની યુનિવર્સીટી એ ઓસ્ટ્રેલિયાની પ્રથમ યુનિવર્સીટી છે જેમાં મહિલા શિક્ષણને સ્વીકારવામાં આવ્યું હતું.

balcony
Source: Flickr/Jason Tong CC BY 2.0

આ યુનિવર્સીટીના પરિસરની ગણના વિશ્વના સુધી સુંદર પરિસરોમાં કરવામાં આવે છે. આ પરિસર હેરિટેજ બિલ્ડીંગ - કવીન વિક્ટોરિયા, સિડની ટાઉન હોલ, સિડની ઓપેરા હાઉસ અને સિડની હાર્બર બ્રિજની તુલનામાં મુકવામાં આવે છે.

હવે જયારે ઔપચારિક રીતે હેરિટેજ સાઈટ તરીકે માન્યતા મળ્યા બાદ, અહીંથી ઓસ્ટ્રેલિયાના ભવ્ય ભૂતકાળ વિષે લોકોને વધુ સારી રીતે માહિતગાર કરી શકાશે અને ભાવિ પેઢી માટે આ સાંસ્કૃતિક વારસો સાંચવી રાખવાના પ્રયત્નોને વેગ મળશે.

યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર અને પ્રિન્સિપાલ ડો. માઈકલ સ્પેન્સે યાદીમાં જણાવ્યું કે, "તેઓ આ ઘોષણાથી ખુબ ખુશ છે. અમે સમજીએ છીએ કે આપણે ઈહોર રાષ્ટ્રના ર્કાડિગલ લોકોની ભૂમિ પર ઉભા છીએ અને આ ખુબ ગર્વની લાગણી છે કે આ સાંસ્કૃતિક વારસાની જાળવણી સાથે તેને ન્યુ સાઉથ વેલ્સના લોકો સાથે વહેંચી શકીએ છે. "

તેઓએ ઉમેર્યું હતું કે, આ યુનિવર્સીટી સાથે જોડાયેલ ઘણા લોકોએ સમાજમાં ખુબ મહત્વનું યોગદાન આપ્યું છે, પછી તે અભ્યાસ ક્ષેત્રે હોય, શીખવવામાટે હોય, કોઈ સંશોધન ક્ષેત્રે હોય કે આડકતરી રીતે હોય. ભવિષ્યમાં પણ ઓસ્ટ્રેલિયાના વિકાસ માટે યુનિવર્સીટી દ્વારા પૂરતું યોગદાન આપવામાં આવશે.

હેરિટેજ કન્સલ્ટન્ટ ઇયાન કેલી એ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા અને ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના ગોથિક અને ટુડોર રિવાઇવલ સ્ટાઇલના સ્થાપત્યમાં મેઈન ક્વાડ્રેન્ગલ બિલ્ડીંગ, એન્ડરસન સ્ટુઅર્ટર બિલ્ડીંગ અને ગેટ લોજ ખુબ મહત્વના છે.

વિશ્વભરના આર્કિટેક્ટ્સ માટે આ સ્થળ પ્રેરક રહ્યું છે.

ફેસબુક પર પણ આ વિષયે પોતાની ખુશી વ્યક્ત કરતા કેટલાક લોકોએ પોસ્ટ મૂકી હતી

Sydney University
Source: FB POST
Sydney University
Source: FB post

Follow SBS Gujarati on Facebook