Coming Up Wed 4:00 PM  AEST
Coming Up Live in 
Live
Gujarati radio

જો તાવ આવે અને એકાંતવાસમાં જવું પડે તો વિવિધ બાબતોનું ધ્યાન રાખો

A worker wearing a protective suit pours disinfectant on the hands of a voter at a special voting station for people in coronavirus quarantine in Jerusalem. Source: AAP

કોરોનાવાઇરસથી બચવા માટે વિવિધ પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે જો પરિવારમાં કોઇ વ્યક્તિને તાવ આવે અને ઘરમાં એકાંતવાસ કરવો પડે ત્યારે કઇ બાબતોનું ધ્યાન રાખવું તેની પર એક નજર...

  • પરિવારના અન્ય સભ્યો સાથે બને એટલો ઓછો સમય પસાર કરવો.
  • જો એક જ રૂમમાં પરિવારના અન્ય સભ્યો સાથે સમય વિતાવતા હોય તો દર વખતે મોં પર માસ્ક પહેરીને જ રાખવું.
  • ઘરનો સાર્વજનિક વિસ્તાર જેમ કે, લોન્જ, ફેમિલી રૂમ્સ, ડાઇનિંગ વિસ્તારમાં પણ શક્ય હોય તો ન જવું.
  • પોતાના રૂમમાં જ ભોજન કરવું.
  • પરિવારના અન્ય સભ્યો સાથે ડીશ, ગ્લાસ, કપ, ટોવેલ્સ, પીલો કે અન્ય ચીજવસ્તુઓ શેર ન કરવી.
  • જો શક્ય હોય તો અલગ બાથરૂમનો ઉપયોગ કરવો.
  • માંદા વ્યક્તિએ બાથરૂમનો સૌથી છેલ્લે ઉપયોગ કરવો જોઇએ અને તેનો વપરાશ કર્યા બાદ બાથરૂમ યોગ્ય રીતે સાફ કરવું.
  • અલગ રૂમના અલગ બેડ પર જ સૂવું જોઇએ.
  • સાબુ અને પાણીથી લગભગ 20 સેકન્ડ્સ સુધી હાથ ધોવા જોઇએ
  • અન્ય વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવી હોય તેવી વસ્તુઓ જેમ કે ડોરનું હેન્ડ, ટેલીફોન કે ઘરની અન્ય ચીજવસ્તુઓને યોગ્ય રીતે સાફ કરવી જોઇએ.
  • બિમાર વ્યક્તિના વાસણો અને તેના કપડા અલગ રીતે ધોવા જોઇએ.
    0:00

જો તમે ઘરમાં એકલા રહેતા હોય તો શું ધ્યાન રાખવું

  • ઘરમાં જ સમય પસાર કરવા અંગે વિચારવું.
  • જો તમે એક સ્વતંત્ર ઘરમાં રહેતા હોય તો શક્ય હોય તો ગાર્ડનમાં સમય પસાર કરો, અથવા તો એવા કોઇ સ્થાને રહો કે જ્યાં સીધી રીતે અન્ય કોઇ વ્યક્તિના સંપર્કમાં ન આવી શકાય.
  • સર્જીકલ માસ્ક પહેરવાનું ન ભૂલો ઘરની બહાર અન્ય નાના મોટા કાર્યો કરતી વખતે પણ માસ્ક પહેરવું હિતાવહ છે.
  • ઘરની બહાર કે સ્ટ્રીટમાં ચાલવા માટે ન નીકળો, એટલે કે ઘર બહાર દુકાન પર સામાન લેવા, પાર્કમાં ચાલવા કે સામાજીક મેળાવડામાં હાજરી ન આપો.

સામાન્ય તકેદારીની કે જે બધા જ લોકોએ અનુસરવી જોઇએ

  • ઉધરસ કે છીંક ખાતી વખતે હંમેશાં તમારું મોં ઢાંકીને રાખો.
  • ટીસ્યુનો વપરાશ કરી દીધા બાદ તેનો યોગ્ય રીતે નીકાલ કરો. ત્યાર બાદ તરત જ તમારા હાથ ધોઇને સાફ કરવા.
  • ઉધરસ કે છીંક આવે તો કોઇ વ્યક્તિના સીધા સંપર્કમાં ન આવવું જોઇએ.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook

Coming up next

# TITLE RELEASED TIME MORE
જો તાવ આવે અને એકાંતવાસમાં જવું પડે તો વિવિધ બાબતોનું ધ્યાન રાખો 11/03/2020 06:28 ...
૪ જુલાઇ ૨૦૨૨ના મુખ્ય સમાચાર 04/07/2022 05:45 ...
નવા સાધનની મદદથી કેન્સરના દર્દીને શરૂઆતમાં જ યોગ્ય સારવાર મળી શકે 04/07/2022 04:38 ...
૧ જુલાઇ ૨૦૨૨ના મુખ્ય સમાચાર 01/07/2022 05:20 ...
ઉદેપુરમાં દરજીની હત્યા બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન 01/07/2022 04:34 ...
૩૦ જૂન ૨૦૨૨ના મુખ્ય સમાચાર 30/06/2022 04:15 ...
વર્ષ 2021-22 ટેક્સ રીટર્ન: જાણો, કયા ખર્ચમાંથી બાદ મળી શકે અને કયા નહીં 30/06/2022 14:58 ...
ઓસ્ટ્રેલિયામાં અંતિમ સંસ્કારની પ્રક્રિયા વિશે જાણો 30/06/2022 12:37 ...
૨૯ જૂન ૨૦૨૨ના મુખ્ય સમાચાર 29/06/2022 05:17 ...
ર૮ જૂન ૨૦૨૨ના મુખ્ય સમાચાર 28/06/2022 05:33 ...
View More