ઓસ્ટ્રેલિયાના લોકોએ છાપું ખોલ્યું અને અનેક અખબારોના પહેલા પાના પર કોઈ ખબર નહોતી, તેને બદલે માત્ર કાળી શાહી ચોપડેલી જોવા મળી.
ઓસ્ટ્રેલિયન મીડિયા ઇતિહાસમાં આ પહેલીવાર હતી જ્યારે બ્લેકઆઉટ યોજાયો હતો.
ટેલિવિઝન જાહેરાતોને પગલે ઓસ્ટ્રેલિયાના પ્રસાર માધ્યમોની સ્વતંત્રતા માટે એક જાહેર ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયા પર વિશ્વનની સૌથી અપારદર્શક લોકશાહી બનવાનો આરોપ છે.
ખાનગી અને જાહેર ક્ષેત્રની મીડિયા કંપનીઓએ સરકાર પર આરોપ મુક્યો હતો કે પાછલા ૨૦ વર્ષમાં એવા કાયદા ધીરે ધીરે દાખલ થતા રહ્યા કે હવે કોઈ પણ ઉચ્ચ હોદ્દેદાર કે વરિષ્ઠ સરકારી અમલદાર કે સરકારી વિભાગોના કાર્યો પર લોકો પ્રશ્ન ઉઠાવી શકતા નથી
આવા કાયદાઓને લીધે મીડિયા લોકશાહીના ચોથા આધારસ્તંભ તરીકે ફરજ બજાવી શકતું નથી.
માહિતી સ્વતંત્રતાના ઉદેશ્ય સાથે આ ઝુંબેશ આરંભ કરનાર જૂથમાં ચેનલ નાઈન, ન્યૂઝ કોર્પ અને ધ ગાર્ડિયન જેવા મોટા વ્યાપારી માધ્યમો છે તો સાથે જાહેર ક્ષેત્રના પ્રસાર માધ્યમો SBS અને ABCનો પણ સમાવેશ થાય છે, જેને કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
તમામ મોટી ચેનલો પર રવિવારે પ્રાઇમ ટાઇમ પર મીડિયાની સ્વતંત્રતા પર થયેલા પ્રહાર સંબંધિત જાહેરાતો પ્રસારિત કરવામાં આવી હતી.
મીડિયાની સ્વતંત્રતાનો મુદ્દો જૂન 2019માં ખૂબ જ સક્રિય થયો જયારે ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે ABCના મુખ્ય મથક અને ન્યૂઝ કોર્પના રિપોર્ટર અનિકા સ્મેથર્સ્ટના ઘરે દરોડા પાડ્યા હતા.
આ દરોડાઓમાં ઓસ્ટ્રેલિયન સૈન્યની સંડોવણીના અહેવાલો દેશ વિદેશના પ્રસાર માધ્યમોમાં પ્રકાશિત અને પ્રસારિત થયા હતા.
More stories on SBS Gujarati

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે: આજનું મીડિયા કેટલું સ્વતંત્ર
તે વખતના વડા પ્રધાન સ્કોટ મોરિસને પાછળથી કહ્યું હતું કે સરકાર પ્રેસની સ્વતંત્રતાના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે સરકારને આ દરોડા વિષે કોઈ આગોતરી જાણ નહોતી.
જો કે, પત્રકારોના યુનિયન, મીડિયા એન્ટરટેઇનમેન્ટ અને આર્ટસ એલાયન્સ (MEAA) ના ચીફ એક્ઝિક્યુટિવ પોલ મર્ફીએ નોંધ્યું છે કે સરકારની માહિતી પ્રકાશિત ન થાય તે માટે છેલ્લા બે દાયકામાં ઘણા કાયદા રજૂ કરવામાં આવ્યા છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે લોકો હવે ભ્રષ્ટાચાર વિષે માહિતી જાહેર કરવામાં ખચકાય છે.
મેલબર્ન સેન્ટર ફોર એડવાન્સિંગ જર્નાલિઝમના યુનિવર્સિટીના ડેનિસ મ્યુલરે જણાવ્યું હતું કે આજે ઓસ્ટ્રેલિયામાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને સુરક્ષિત કરવા માટે કોઈ સ્પષ્ટ કાયદો નથી.
Share

