ગ્લેડિસ ન્યૂ સાઉથ વેલ્સના પ્રથમ ચૂંટાયેલા મહિલા પ્રીમિયર બન્યા છે. અને તેઓ સતત ત્રીજી મુદત માટે ગઠબંધનની આગેવાની કરશે. 93 બેઠક ધરાવતી ન્યૂ સાઉથ વેલ્સની પાર્લામેન્ટ માટેની ચૂંટણીમાં વર્તમાન સમાચાર મુજબ લિબરલ પાર્ટીને 47 બેઠકો, લેબર પાર્ટીને 36 બેઠકો તથા અન્ય પાર્ટીઓને કુલ 9 બેઠકો મળી છે.
આવો જાણિએ ન્યૂ સાઉથ વેલ્સના નવા પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લીઅન વિશે...
ગ્લેડિસ બેરેજીક્લીઅન ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પ્રથમ ચૂંટાયેલા મહિલા પ્રીમિયર બન્યા છે. તેમના અગાઉ લેબર પાર્ટીના ક્રિસ્ટીના કીનેલી ન્યૂ સાઉથ વેલ્સના મહિલા પ્રીમિયર બન્યા હતા પરંતુ તેઓ ક્યારેય ચૂંટણી જીત્યા નહોતા.
સ્કૂલમાં અંગ્રેજી શીખ્યા
આર્મેનિયન મૂળના માતા-પિતાના સંતાન ગ્લેડિસ તેમની ત્રણ બહેનોમાં સૌથી મોટા છે. 2018માં ગ્લેડિસે SBS News ને આપેલા ઇન્ટરવ્યૂંમાં જણાવ્યું હતું કે, "તેઓ ઘરમાં આર્મેનિયન ભાષા જ બોલતા હતા. અને પાંચ વર્ષે શાળામાં પ્રવેશ બાદ જ તેઓ અંગ્રેજી શીખ્યા હતા."
મને યાદ નથી કે હું કેવી રીતે અંગ્રેજી શીખી, અંગ્રજી ન બોલવાના કારણે મને કોઇ પણ પ્રકારની મુશ્કેલી પણ પડી નહોતી. પરંતુ, હું ટૂંક જ સમયમાં અંગ્રેજી ભાષા શીખી ગઇ હતી.
તેમના પિતા કાયસેરીયન સિડની ઓપેરા હાઉસમાં તથા તેમની માતા સિડનીના નોર્થ રાઇડ વિસ્તારમાં આવેલી પલ્બિક સ્કૂલમાં નોકરી કરતા હતા.

Ms Berejiklian (centre) with her parens and sisters after her swearing-in ceremony in Sydney on 23 January 2017. Source: AAP
પલ્બિક એડમિનિસ્ટ્રેશન, માસ્ટર ઓફ કોમર્સનો અભ્યાસ
હાઇસ્કૂલનું શિક્ષણ મેળવ્યા બાદ ગ્લેડિસ બેરેજીક્લીઅને યુનિવર્સિટી ઓફ સિડનીમાંથી ગવર્મેન્ટ એન્ડ પલ્બિક એડમિનિસ્ટ્રેશન તથા યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સમાંથી માસ્ટર ઓફ કોમર્સનો અભ્યાસ કર્યો હતો.
રાજકિય કારકિર્દી શરૂ કર્યા અગાઉ બેરેજીક્લીઅને કોમનવેલ્સ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયામાં એક્સિક્યુટીવ તરીકે પોતાની સેવાઓ આપી હતી.
2011માં મંત્રી બન્યા
બેરેજીક્લીઅન 2003માં વિલબી વિસ્તારના સભ્ય અને 2011માં રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી બન્યા હતા. આ ઉપરાંત તેમણે 2014માં લિબરલ પાર્ટીના ન્યૂ સાઉથ વેલ્સના ડેપ્યૂટી લીડર તથા 2015માં ટ્રેઝરર તરીકે પણ કાર્ય કર્યું હતું.
ગ્લેડિસે 2017માં ક્વિન્સલેન્ડના પ્રથમ મહિલા પ્રીમિયર બનનારા એનેસ્ટેશિયા પેલશેયમાંથી પ્રેરણા લીધી અને ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર બન્યા.
પ્રીમિયર બન્યા બાદ ગ્લેડિસે જણાવ્યું હતું કે, "સૌ પ્રથમ હું મારા તથા મારી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કરનારા ન્યૂ સાઉથ વેલ્સના નાગરિકોનો આભાર પ્રગટ કરું છું."
ઓસ્ટ્રેલિયાના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તથા લેબર પાર્ટીના ભૂતપૂર્વ લીડર જુલિયા ગીલાર્ડે પણ ગ્લેડિસ બેરેજીક્લીઅનને ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.