How to keep your child safe online?

With children being more tech-savvy than ever, it's important for the adults around them to help them have a positive experience online.

Indoor image of happy mature Asian women using phablet with her teenage daughter in her domestic room. Two people selective focus and horizontal composition.

Source: Getty Images

વર્તમાન સમયમાં ટીનએજ બાળકોમાં ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના વપરાશનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે ઇન્ટરનેટના માધ્યમથી થતી સતામણી, ગુનાના કિસ્સા પણ વધ્યા છે.

ઇન્ટરનેટનો વપરાશ કરતા બાળકોના માતા-પિતાએ બાળકો સાઇબર બુલિંગ કે સતામણીનો ભોગ ન બને તે માટે તેમની સંભાળ રાખવી જરૂરી બની છે.

ઇ-સેફ્ટી કમિશ્નર જુલી ઇનમાન ગ્રાન્ટે ઇન્ટરનેટના વપરાશના કારણે વધી રહેલા સાઇબર બુલિંગના કિસ્સા અંગે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટનો ઉપયોગ કરતા દર પાંચમાંથી એક ઓસ્ટ્રેલિયન બાળકને તેનો નકારાત્મક અનુભવ થાય છે. સાઇબર બુલિંગ અને સોશિયલ મીડિયા પર મુકેલી કેટલીક હિંસાત્મક સામગ્રી જોયા બાદ બાળકના મગજ પર નકારાત્મક અસર પડે છે. કેટલીક વખત કોઇ પણ વ્યક્તિની મંજૂરી વિના તેનો અંગત ફોટો સોશિયલ મીડિયા પર મૂકવાના કારણે તેમને અપશબ્દોનો સામનો કરવો પડે છે. જેના કારણે તેમણે બાળકોની હેલ્પલાઇનની મદદ લેવી પડે છે.
Mobile phone
Source: Getty Images
કીડ્સ હેલ્પલાઇનના કાઉન્સિલર બેલિન્ડા બેયુમોન્ટે જણાવ્યું હતું કે સાઇબર બુલિંગ ચિંતાજનક વિષય બનતો જાય છે. માતા-પિતા પણ જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે પણ સતામણીનો અનુભવ કર્યો હશે. પણ જ્યારે તેઓ ઘરમાં માતા-પિતાની સાર-સંભાળમાં રહેતા હતા ત્યારે તેમને આ પ્રકારની સતામણીનો ભય રહેતો નહોતો.

વર્તમાન સમયના યુવાનોમાં ઇન્ટરનેટનો વપરાશ વધતા તેમનામાં સતામણીનું પ્રમાણ વધ્યું છે. બાળકોને સતામણી અને નકારાત્મક અસરથી બચાવવા માટે માતા-પિતા શું કરી શકે તે જાણિએ.

તમારા બાળક સાથે સંવાદ શરૂ કરો

માતા-પિતાએ ઇન્ટરનેટનો વપરાશ કરતા પોતાના બાળકો સાથે વાત કરી તેમને કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતીમાં મદદ કે માર્ગદર્શન આપવાનું આશ્વાસન આપવું જોઇએ.

બેલિન્ડાના મત પ્રમાણે, બાળકો પર સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના વપરાશનો પ્રતિબંધ મૂકવો વ્યાજબી નથી.

બેલિન્ડાએ ઉમેર્યું હતું કે, માતા-પિતા બાળકો પર ઇન્ટરનેટના વપરાશનો પ્રતિબંધ મૂકશે તેમ છતાં પણ તેઓ તેનો ઉપયોગ કરશે જ. વધુમાં, તેઓ માતા-પિતા પરનો વિશ્વાસ ગુમાવશે અને ભવિષ્યમાં અન્ય કોઇ બાબતો પણ છૂપાવવા લાગશે. તેથી, બાળકો સાથે એક મિત્રની જેમ માર્ગદર્શક બનીને તેમની સાથે વાત કરવી જરૂરી બને છે.

જો તમારા સૌથી નાના બાળક સાથે ઇન્ટરનેટના વપરાશના કોઇ મુદ્દા પર વાત કરતા હોય તો તે વાતચીતમાં તમારા મોટા બાળકોને પણ સામેલ કરો. મોટા બાળકો નાના ભાઇ કે બહેનને વધુ સારી રીતે સમજાવી શકશે.

ઇન્ટરનેટના વપરાશમાં થોડી મર્યાદા નક્કી કરો

એક માતા-પિતા તરીકે તમે બાળકોના ઇન્ટરનેટના વપરાશમાં થોડી મર્યાદા નક્કી કરી શકો છો. જેમ કે, બાળકોએ તેમના રૂમમાં જઇને ઇન્ટરનેટનો વપરાશ ન કરવો કે તેમની કોઇ અંગત માહિતીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવી.

મુશ્કેલીના સમયમાં બાળકોને સાથ આપો

જો તમારું બાળક મુશ્કેલીમાં હોય અને તમારી મદદની જરૂર હોય તો ગુસ્સો કર્યા વગર શાંત ચિત્તે તેની વાત સાંભળો.

તેને બાળકને મૂંઝવતી કોઇ પણ બાબતને જરાય પણ અચકાયા વિના તે પોતાના માતા-પિતાને જણાવી શકે એવો વિશ્વાસ બાળકના મનમાં પેદા કરવો જરૂરી છે. સૌ પ્રથમ તો, બાળક જ્યારે માતા-પિતાને તેની મુશ્કેલી કે કોઇ ભૂલ કર્યાની કબૂલાત કરે ત્યારે તેને શિક્ષા ન કરવી જોઇએ. તેમ કરવાથી પરિસ્થિતી વધુ વણસી શકે છે. તેમ ચાઇલ્ડ વાઇસને એક્સિક્યુટીવ ડીરેક્ટર જેન ફ્રેન્ચે જણાવ્યું હતું.
Father and daughter looking at digital tablet
Source: Getty Images

વિવિધ સંસ્થાની મદદ લઇ શકાય

જો તમારું બાળક સાઇબર બુલિંગ કે ઇન્ટરનેટને લગતી અન્ય કોઇ સતામણીનો ભોગ બન્યું હોય તો ઇ-સેફ્ટી કમિશ્નર વેબસાઇટ પર તેની ફરિયાદ કરી શકાય છે.

ઓનલાઇટ સેફ્ટી અંગે વધુ માહિતી અને ટીપ્સ મેળવવા માટે પણ ઇ-સેફ્ટી કમિશ્નર વેબસાઇટનો ઉપયોગ કરી શકાય છે.
Mother and daughter
Preteen girl rolls eyes as mom takes away her phone Source: Getty Images
તમે, સાઇબર પેરેન્ટ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. તે 17 ભાષામાં ઉપલબ્ધ છે.

જો તમે તમારા બાળકની ઓનલાઇન સેફ્ટી અંગે કોઇ વાત કરવા માંગતા હોય તો ધ હન્ટીંગ જોવાનું ન ચૂકશો. SBSની નવી ડ્રામા શ્રેણીમાં ટેક્નોલોજીના કારણે ટીનએજર્સમાં વધી રહેલા તણાવ, સંબંધોમાં નિરાશા જેવા મુદ્દાઓને આવરી લેવાયા છે. આ શ્રેણી 1લી ઓગસ્ટે રાત્રીના 8.30થી SBS અને On Demand પર ઉપબલ્ધ થશે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm. 


Share
3 min read

Published

Updated

By Audery Bourget, Manal Al-Ani

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service