Over $500 million lost as Australians rort tourist GST refund scheme

Over $500 million in dodgy tourism tax claims may have been paid out by the government because of ineffective management.

A Qantas plane is seen as passengers walk to their flights at Sydney International Airport in Sydney, Wednesday, August 21, 2019. (AAP Image/Lukas Coch) NO ARCHIVING

Travellers have made fraudulent claims to rort the tourist refund scheme. Source: AAP

ટુરીસ્ટ રીફંડ સ્કીમ (ટીઆરએસ) એટલે છેલ્લા ૬૦ દિવસમાં ઓસ્ટ્રેલિયાની બહાર લઇ જવા માટે ખરીદવામાં આવેલા સમાન પર મળતો ટેક્સ રીફંડ. વસ્તુની કુલ કિંમત પર ચૂકવેલો GST ઓસ્ટ્રેલિયાની  સરકાર પાસેથી એરપોર્ટ પર પાછો મેળવી શકાય છે.

જુલાઈ 2000માં શરૂ થયા પછી, $૧.૬ બિલિયન (૧૬૦ અબજ ડોલર) કરતા વધુ મુસાફરોને આ યોજના હેઠળ GSTની રકમ પરત કરવામાં આવી છે. તેમાંથી ૪0%  ઓસ્ટ્રેલિયન નાગરિકો અને PR એટલે કાયમી રહેઠાણ વિઝા ધારકો છે. 

ટેક્સ-રીફંડની શરત એ છે કે વિદેશ લઇ જવા માટે ઓસ્ટ્રેલિયામાં ખરીદેલી વસ્તુ પર પ્રવાસના ૬0 દિવસની અંદર GST પરત મેળવી લેવો આવશ્યક છે.
The Tourist Refund Scheme allows people leaving Australia to claim GST back on goods purchased in the country in the past 60 days.
The Tourist Refund Scheme allows people leaving Australia to claim GST back on goods purchased in the country in the past 60 days. Source: AAP
સૌથી મહત્વનું પાસું છે કે, આ ઉત્પાદનો ફરી પાછા ઓસ્ટ્રેલિયા આવવા ના જોઈએ. અને આ નિયમનો વ્યાપક પ્રમાણમાં ભંગ થઇ રહ્યો છે. 

કાયદામાં જણાવાયું છે કે કસ્ટમ્સ અધિકારીઓને કોઈ શંકા હોય તો તપાસ કરવામાં આવશે અને દંડ કરવામાં આવશે.

પરંતુ રાષ્ટ્રીય ઓડિટ ઓફિસના અહેવાલ અનુસાર, કરદાતાઓ ટીઆરએસના નિયમોનું પાલન કરે છે કે કેમ તે તપાસવા ગૃહ વિભાગ અને કરવેરા કચેરી પૂરતું કામ કરી રહી નથી. 

અહેવાલમાં જાણવા મળ્યું છે કે  છેલ્લા ૨0 વર્ષમાં, સરકારના ખજાનામાં આવી છેતરપિંડી દ્વારા ૫00 મિલિયન ડોલર (રૂ. ૨,૫00 કરોડ)નું નુકસાન થયું છે.
People are seen lining up at Sydney Airport, Sydney.
People are seen lining up at Sydney Airport, Sydney. Source: AAP
ઓડિટ વિભાગે નોંધ્યું છે કે ૬૦થી વધુ દેશોમાં પ્રવાસીઓ માટે સમાન રીફંડ છે પરંતુ ઓસ્ટ્રેલિયા એકમાત્ર દેશ છે જે તેના પોતાના નાગરિકો અને નિયમિત રહેવાસીઓને રીફંડ આપે છે. 

આંકડા અનુસાર, આ યોજના હેઠળ સૌથી વધુ રીફંડ ચાઇનીઝ પાસપોર્ટ ધારકોએ મેળવ્યુ છે. 

૨૦૧૭-૧૮માં, ફક્ત ચાઇનીઝ પાસપોર્ટ ધારકોને ૧૦૦ મિલિયન ડોલર GST રીફંડ પેઠે ચૂકવવામાં આવ્યા હતા.

બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના નાગરિકો છે.

અત્યાર સુધીમાં આપવામાં આવેલું સૌથી મોટું રિફંડ ૨૦૧૧માં નોંધાયું છે, જયારે  ૨.૬ મીલીયન ની ખરીદી પર બે લાખ સાઈઠ હજાર ડોલર પરત ચુકવવામાં આવ્યા હતા. 

૨૦૧૭–૧૮માં ટૂરીસ્ટ રિફંડ સ્કીમનો સૌથી વધુ ઉપયોગ જે ઉત્પાદનો માટે કરવામાં આવ્યો એ છે 

  • Apple પ્રોડક્ટ્સ પર ૧૭.૨ મિલીયન ડોલર
  • Louis Vitton પ્રોડક્ટ્સ પર ૧૩.૮ મિલીયન ડોલર
  • Gucci ઉત્પાદનો પર ૧૦.૧ મિલીયન ડોલર   
  • Chanel પર ૯.૧ મિલીયન
  • Hermes પર ૬.૨ મિલીયન
  • અને Tiffany and Co ના પ્રોડક્ટ્સ પર ૪.૩ મિલીયન
આ છેતરપિંડી અટકાવવા ઓડિટિંગ વિભાગે ત્રણ દરખાસ્તો બહાર પાડી છે. જેમાંથી એક છે ખોટા દાવા પર નિયંત્રણ વધારવામાં આવે. અને, ઓસ્ટ્રેલિયા પરત લાવવામાં આવેલા પ્રોડક્ટ્સની તપાસ કરવામાં આવે. 

ગૃહ વિભાગ અને કરવેરા કચેરીએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવનો અમલ કરવામાં આવશે.


Share
2 min read

Published

Updated

By SBS News
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service