ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક ભારતીય પ્રવાસી પર બે વર્ષીય બાળકને તેના હોઠ પર કીસ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
29 વર્ષીય ભારતીય પ્રવાસીએ સિડની સેન્ટ્રલ લોકલ કોર્ટમાં સોમવારે હાજરી આપી હતી. જેમાં તેની પર 10 વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે જાણીજોઇને શારીરિક અડપલા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પ્રવાસીએ પોતે નિર્દોષ હોવાનું કબૂલ્યું હતું પરંતુ તેના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા.
જજે જણાવ્યું હતું કે ભારતીય પ્રવાસી પર આરોપ સાબિત થશે તો તેને સજા પણ કરવામાં આવશે. આ પ્રકારના ગુનામાં મહત્તમ 16 વર્ષની સજા થઇ શકે છે.
કોર્ટે જણાવ્યું હતું કે, તે પ્રવાસી વિરુદ્ધ સીસીટીવી ફૂટેજ અને માતા-પિતા બંનેના નિવેદનો પણ છે.
ડીટેક્ટીવ્સના જણાવ્યા પ્રમાણે, ભારતીય પ્રવાસીએ તે બાળકની પ્રામ આગળ ઉભા રહીને તેના માથા પર હાથ ફેરવ્યો હતો અને ત્યાર બાદ તેને બે વખત હોઠ પર કીસ કરી હતી.
પ્રવાસી સાત દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયા આવ્યો હતો અને તે 22મી ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયાથી પરત ફરવાનો હતો.
ઘટના બાદ તેણે બાળકના માતા-પિતાને, “આઇ એમ સોરી” કહ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, પ્રવાસીએ કબૂલ્યું હતું કે બંને દેશની સંસ્કૃતિમાં ફેરફાર હોવાના કારણે તેને આ ગૂના વિશે ખબર નહોતી.
પ્રવાસીના વકીલે તેની જામીન અરજીમાં જણાવ્યું હતું કે, તેણે જાણીજોઇને બાળકને કીસ કરી નહોતી. જોકે, તેની જામીન અરજી રદ કરવામાં આવી હતી.
Share



