ટ્વીટર વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, યુઝર્સ હવે ભારતની સાત ભાષાઓ - હિન્દી, મરાઠી, ઉર્દુ, ગુજરાતી, બંગાળી, તમિલ અને કન્નડમાં પોતાની ટ્વીટ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, સાત ભાષાઓમાંથી કેટલીક ભાષાઓ ભારતના પડોશી દેશમાં પણ બોલાય છે. પાકિસ્તાનમાં ઉર્દુ, શ્રીલંકામાં તમિલ તથા બાંગ્લાદેશમાં બંગાળી ભાષાનો વપરાશ વધુ હોવાથી આ દેશોમાં વસવાટ કરતા નાગરિકો પણ ટ્વીટરના નવા ફીચરનો લાભ લઇ શકશે.
અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓનો ઉપયોગ કરવાથી રીજનલ વિસ્તારના યુઝર્સને ટ્વીટરનો વપરાશ કરવામાં પ્રોત્સાહન મળશે.

Source: Supplied
ટ્વીટરે આ અંગે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતના યુઝર્સને અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓમાં પણ ટ્વીટરનો વપરાશ કરવાની તક મળે તે માટે કંપનીએ નવી સુવિધા ઉપલબ્ધ કરવાનું નક્કી કર્યું છે. પોતપોતાની માતૃભાષામાં ટ્વીટ કરવાથી કે ટ્વીટરના ફીચરનો વપરાશ કરવાથી યુઝર્સ વધુ સારી રીતે પોતાના મંતવ્ય રજૂ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં અત્યારે લગભગ 33 મિલિયન જેટલા લોકો ટ્વીટરનો વપરાશ કરે છે.
Share




