ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતા 17 વર્ષીય આર્યન શાહે તાજેતરમાં જ બોચિયાની રમતમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ટીમે સિલ્વર મેડલ મેળવ્યો હતો.
સેરેબ્રલ પાલ્સી હોવાના કારણે આર્યન ચાલી શકતો નથી પરંતુ તેનો જુસ્સો સામાન્ય માણસને પણ શરમાવે તેવો છે. તે વ્હિલચેર તથા વોકિંગ ફ્રેમની મદદથી સ્વિંમીગ, સેઇલિંગ તથા સર્ફિંગ પણ કરે છે. આ ઉપરાંત, તેણે પલ્બિક સ્પીકીગમાં ઘણા પુરસ્કાર પણ મેળવ્યા છે.

Aaryan Shah with his Boccia team in Taiwan Source: Aaryan Shah
આર્યનને જન્મથી સેરેબલ પાલ્સી થયો છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિને યોગ્ય બેલેન્સ જાળવવામાં તકલીફ પડે છે અને શરીરની નસો ખેંચાતી રહે છે. જોકે, ઘણા લોકો સેરેબલ પાલ્સી હોવા છતાં ચાલી શકે છે અને ઘણા શરીર હલાવી શકતા નથી.
હાલમાં ક્લાસ 12મા અભ્યાસ કરતો આર્યન વોકિંગ ફ્રેમની મદદથી ચાલી શકે છે.
પોતાની દિનચર્યા અંગે આર્યને જણાવ્યું હતું કે, "મારી શારીરિક પરિસ્થિતિના કારણે મારે થોડી કસરત અને થેરાપીની જરૂર હોય છે. હું સ્કૂલ જવાની સાથે સાથે કસરત, વોકિંગ અને અભ્યાસમાં પણ એકસરખો સમય ફાળવું છું."
"કોઇ પણ રમત અપનાવવાથી સ્પર્ધાત્મક અભિગમ વિકસે છે અને બોચિયામાં ઓછી માત્રામાં શારીરિક પ્રયત્નોની જરૂર પડતી હોવાથી મને આ રમતમાં વધુ રસ પડ્યો હતો."
આર્યનના પિતા મેહુલભાઇ અને માતા રીમાબેને પેરેન્ટ્સ તરીકે આર્યનના ઉછેર અંગે જણાવ્યું હતું કે, "આર્યનનો ઉછેર યોગ્ય રીતે થાય તે માટે અમે ટાઇમટેબલ બનાવ્યું અને વિવિધ શારીરિક પ્રવૃત્તિ માટે તેનો ઉત્સાહ જોઇને અમારા માટે તેનો ઉછેર સરળ રહ્યો છે."

Mehul Shah, Aaryan Shah and Rima Shah at SBS studio in Sydney Source: SBS Gujarati
"આ ઉપરાંત, તે હંમેશાં સકારાત્મક અભિગમ અપનાવે છે અને પોતાના અભ્યાસ, રમત અને શારીરિક કસરત માટે સમય ફાળવે છે."
બોચિયા સ્પોર્ટ્સ શું છે
બોચિયા લોન બોલ જેવી જ રમત છે. તેને પેરાલિમ્પિકની માન્યતા પણ પ્રાપ્ત છે. બોચિયામાં ભાગ લેનાર ખેલાડીએ યોગ્ય રણનીતિ બનાવીને પોતાનો બોલ ગ્રાઉન્ડ પર રહેલા વ્હાઇટબોલની નજીક પહોંચાડવાનો હોય છે.
Imageઓસ્ટ્રેલિયા માટે સિલ્વરમેડલ જીત્યો
આર્યને બોચિયા રીજનલ ઓપનમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અને, આઠ દેશોની આ ટૂર્નામેન્ટમાં ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. આર્યને આ ટૂર્નામેન્ટમાં સૌથી યુવા ખેલાડી બનવાની સિદ્ધી પણ મેળવી હતી.
પેરાલિમ્પિકમાં રમવાનો લક્ષ્યાંક
આર્યનના જણાવ્યા પ્રમાણે, "તેનો લક્ષ્યાંક 2024 પેરાલિમ્પિક રમવાનો છે. જોકે, તે માટે તેને ઘણી ટ્રેનિંગ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાની જરૂર છે."
આર્યનના માતા રીમાબેનના જણાવ્યા પ્રમાણે, "શારીરિક વિકલાંગતાના કારણે આર્યન માટે અભ્યાસ કરવો થોડો અઘરો બની જાય છે. તે લખી શકતો નથી, તેથી પરીક્ષામાં પણ તેને બોલીને જવાબ આપવા પડે છે. સામાન્ય રીતે સેરેબ્રલ પાલ્સી હોય તે વ્યક્તિ ધોરણ 12નો અભ્યાસ 2 કે 3 વર્ષમાં પૂરો કરે છે પરંતુ આર્યન એક જ વર્ષમાં અભ્યાસ પૂરો કરીને બોચિયા પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે."
More stories on SBS Gujarati

આંતરરાષ્ટ્રીય રોબોટીક્સ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરનાર બે ગુજરાતી બહેનો




![Clockwise from top left: Tamba Banks of the Jaru tribe, whose family once lived in the Bungle Bungles, [known to her people as Billingjal], is one of the traditional owners of the Purnululu national park. Credit: Barry Lewis/Corbis via Getty Images; Bushfire Source: Supplied / Tasmania Fire Service; Professor Nalini Joshi Source: Nalini Joshi](https://images.sbs.com.au/dims4/default/781ea33/2147483647/strip/true/crop/1920x1080+0+0/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2F4c%2Fcb%2Faebd6dc1480a9b5eca8788a0e754%2Fcopy-of-sbs-audio-youtube-end-card-2-3.jpg&imwidth=1280)
