મહાત્મા ગાંધીના જીવનનો સંદેશ આપતી ઘણી ટપાલ ટિકીટો વિશ્વના વિવિધ દેશો દ્વારા બહાર પાડવામાં આવી છે. હાલમાં દુનિયા જ્યારે ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે એક નજર અલગ અલગ દેશો દ્વારા પ્રસિદ્ધ કરાયેલી ગાંધીજીની ટપાલ ટિકીટો પર...
- અત્યાર સુધીમાં વિશ્વના અંદાજે ૧૩૦થી વધુ દેશોએ ગાંધીજીના જીવન સંઘર્ષ વિશેની ૩૨૦ જેટલી ટપાલ ટિકિટો બહાર પડી છે.
- ભારતે મહાત્માજીની પ્રથમ ટિકીટ ૧૫ ઓગસ્ટ ૧૯૪૮ ના રોજ બહાર પાડી હતી જેની કિંમત ૧૦ રૂપિયા હતી.

Source: Supplied
- ગાંધીજીની પ્રથમ ટિકીટ સ્વિટ્ઝર્લેન્ડમાં છપાઇ હતી. જેનો ખૂબ વિરોધ થયો હતો પરંતુ હાલમાં તેની અંદાજિત કિંમત લગભગ 1 કરોડ રૂપિયા જેટલી છે.
- જલિયાંવાલા બાગ હત્યાકાંડની યાદગીરી માં અર્ધ શતાબ્દી પ્રસંગે ૧૩ એપ્રિલ ૧૯૬૯ ના રોજ ટિકીટ બહાર પડાઈ હતી. પ્રથમ ટિકીટ લોહીના લાલ રંગ જેવી અને બીજી હિન્દૂ,મુસ્લિમ, શીખ વચ્ચે શાંતિના પ્રતીક સમાન કબૂતર સાથે હતી.
- ગાંધીજી એક એવું મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા કે જેમની સામે તેમણે સત્યાગ્રહ કર્યો તે યુ.કે, સાઉથ આફ્રિકા જેવા દેશોએ પણ તેમના માનમાં ટિકીટ બહાર પડી છે. ખાડીના દેશો, યુરોપીય દેશોએ પણ ટિકીટ દ્વારા તેમને યાદ કર્યા છે.
મહાત્મા ગાંધીની વિવિધ દેશો દ્વારા બહાર પડેલી ટપાલ ટિકીટોની રસપ્રદ વિગતો જાણવા અમિત મહેતા સાથેની મુલાકાત સાંભળો.