કોરોનાવાઇરસ વિશે ગેરમાર્ગે દોરતી જાહેરાતો ફેસબુક પર પ્રતિબંધિત

ફેસમાસ્ક તથા વિવિધ ઉપચારો કરવાથી કોરોનાવાઇરસથી બચી શકાય છે તેવી ગેરમાર્ગે દોરતી જાહેરાતોને ફેસબુક પ્રતિબંધિત કરશે.

Facebook is banning misleading coronavirus ads

Facebook is banning misleading coronavirus ads Source: SBS

ફેસબુકના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઇરસથી બચવા માટે વિવિધ ઉપચારો તથા માસ્ક વિશે ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર ફેસબુક પ્રતિબંધ લાદવા જઇ રહ્યું છે.

વર્ષ 2019ના અંતમાં ચીનના વુહાન શહેરમાંથી આ વાઇરસ ફેલાયો હોવાનું મનાય છે અને અત્યાર સુધીમાં 2700 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

છેલ્લા કેટલાક સમયમાં ફેસબુક પર કોરોનાવાઇરસ વિશે વિવિધ પ્રકારની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત, જુદી-જુદી મેડિકલ કંપનીઓ દ્વારા માસ્ક અને વાઇરસથી બચવા માટે અલગ-અલગ પ્રકારની દવાઓ વિશે સલાહ આપવામાં આવે છે. જેથી, ફેસબુક ટીકાને પાત્ર બન્યું છે.

ધ યુએસ સેન્ટર્સ ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન પ્રમાણે, કોરોનાવાઇરસ હવે અન્ય દેશો સુધી ફેલાયો હોવાના કારણે અમેરિકાએ પણ તેનાથી બચવા માટે સત્વરે પગલાં લેવા જરૂરી બન્યા છે.

ગયા મહિને ફેસબુકે જણાવ્યું હતું કે તે પોતાના માધ્યમ પરથી કોરોનાવાઇરસ વિશે વિવિધ સંસ્થાઓ દ્વારા ફેલાવવામાં આવતી સામગ્રીને હટાવી દેશે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.


1 min read

Published

By SBS News

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now