ઓસ્ટ્રેલિયાની ટોચની સામાજિક સંસ્થાઓ કેન્દ્ર સરકારને જોબસિકરની ચૂકવણીમાં વધારો કરવા માટે અપીલ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2021થી જોબસિકરની ચૂકવણી તેની અગાઉના સ્તર પર આવી જશે.
બેરોજગારી ભથ્થામાં હાલમાં પખવાડિયે 150 ડોલરનો વધારો કરાયો છે પરંતુ તેમાં 31મી માર્ચના રોજ સમાપ્ત થઇ રહ્યો છે.
સર્વિસ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, 1લી એપ્રિલ 2021થી તમારી જોબસિકરની ચૂકવણી અગાઉના નક્કી કરેલા દર મુજબ જ કરવામાં આવશે.
સરકારી એજન્સીની વેબસાઇટના ચૂકવણીના ચાર્ટ પ્રમાણે, બાળક ન ધરાવતા હોય તેવા એકલા ઓસ્ટ્રેલિયન્સને પખવાડિયે 565.70 ડોલર ચૂકવાશે.
ધ ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સર્વિસના સિનિયર એડવાઇઝર ચેરમાઇન ક્રોવના જણાવ્યા પ્રમાણે, પખવાડિયે 150 ડોલરનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં પણ લોકોને નાણાંકિય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમણે જોબસિકરની ચૂકવણીમાં વધારો કરવા બદલ સરકારની પ્રશંસા કરી હતી. ચૂકવણીમાં શરૂઆતમાં 550 ડોલરનો વધારો કરાયો હતો.
ચૂકવણીમાં શરૂઆતમાં 550 ડોલરનો વધારો કરાયો હતો.

JobSeeker unemployment payment will be reduced Source: AAP
તેમણે જણાવ્યું હતું કે જો હાલના તબક્કે પણ લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો એપ્રિલ મહિનામાં જ્યારે ચૂકવણીમાં ઘટાડો થશે ત્યારે પરિસ્થિતી વધુ વણસી શકે છે.
સરકારે વર્તમાન ચૂકવણીમાં તાત્કાલિક ધોરણે વધારો કરવાની જરૂર છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
બીજી તરફ, સરકાર લોકોને નોકરી કરવા પ્રોત્સાહિત કરી રહી હોવાથી તે લાંબાગાળા માટે જોબસિકરની ચૂકવણીમાં વધારો કરવાની તરફેણમાં નથી.
ડીપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સર્વિસના પ્રવક્તાએ જોબસિકરની ચૂકવણી અંગે AAP ને જણાવ્યું હતું કે કોરોનાવાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને આ ચૂકવણીઓમાં કામચલાઉ ધોરણે વધારો કરવામાં આવ્યો હતો.
જોબકિપરની યોજના પણ માર્ચ મહિનામાં પૂરી થઇ રહી છે. સરકારી સહાયતા વિના જો વેપાર - ઉદ્યોગો તેમના કર્મચારીઓને નોકરી પર નહીં રાખી શકે તો મોટાભાગના કર્મચારીઓ જોબસિકરની શરણે જાય તેવી શક્યતા છે.
ટ્રેઝરર જોશ ફ્રેડનબર્ગે આ યોજના નહીં લંબાવવા અંગે જણાવ્યું હતું.




