વંદે ભારત મિશનના 8મા તબક્કા અંતર્ગત વિદેશમાં ફસાઇ ગયેલા ભારતીય નાગરિકોને વતન પરત લાવવાના ભાગરૂપે ફેબ્રુઆરી - માર્ચ 2021માં એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ નક્કી કરવામાં આવી છે.
આ ગોઠવણમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પણ ફ્લાઇટ્સની જાહેરાત કરવામાં આવી હતી.
ફેબ્રુઆરી અને માર્ચ 2021માં, બંને દેશ વચ્ચે દિલ્હીથી સિડની તથા સિડનીથી દિલ્હીના રૂટ પર ફ્લાઇટ્સ ઉડશે.
સિડની તથા ન્યૂ દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વચ્ચે આગામી 2 મહિના દરમિયાન નક્કી કરવામાં આવેલી ફ્લાઇટ્સ
દિલ્હીથી સિડની
- 7 ફેબ્રુઆરી 2021 AI 0302 દિલ્હી 01:35 સિડની 20:00 7 ફેબ્રુઆરી 2021
- 14 ફેબ્રુઆરી 2021 AI 0302 દિલ્હી 01:35 સિડની 20:00 14 ફેબ્રુઆરી 2021
- 21 ફેબ્રુઆરી 2021 AI 0302 દિલ્હી 01:35 સિડની 20:00 21 ફેબ્રુઆરી 2021
- 28 ફેબ્રુઆરી 2021 AI 0302 દિલ્હી 01:35 સિડની 20:00 28 ફેબ્રુઆરી 2021
- 7 માર્ચ 2021 AI 0302 દિલ્હી 01:35 સિડની 20:00 7 માર્ચ 2021
- 14 માર્ચ 2021 AI 0302 દિલ્હી 01:35 સિડની 20:00 14 માર્ચ 2021
- 21 માર્ચ 2021 AI 0302 દિલ્હી 01:35 સિડની 20:00 21 માર્ચ 2021
સિડનીથી દિલ્હી
- 8 ફેબ્રુઆરી 2021 AI 0301 સિડની 20:30 દિલ્હી 04:10 9 ફેબ્રુઆરી 2021
- 15 ફેબ્રુઆરી 2021 AI 0301 સિડની 20:30 દિલ્હી 04:10 16 ફેબ્રુઆરી 2021
- 22 ફેબ્રુઆરી 2021 AI 0301 સિડની 20:30 દિલ્હી 04:10 23 ફેબ્રુઆરી 2021
- 1 માર્ચ 2021 AI 0301 સિડની 20:30 દિલ્હી 04:10 2 માર્ચ 2021
- 8 માર્ચ 2021 AI 0301 સિડની 20:30 દિલ્હી 04:10 9 માર્ચ 2021
- 15 માર્ચ 2021 AI 0301 સિડની 20:30 દિલ્હી 04:10 16 માર્ચ 2021
- 22 માર્ચ 2021 AI 0301 સિડની 20:30 દિલ્હી 04:10 23 માર્ચ 2021
આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હોવાના કારણે વર્તમાન સમયમાં હજારો ઓસ્ટ્રેલિયન્સ ભારતમાં ફસાઇ ગયા છે. અને, ભારતથી ઓસ્ટ્રેલિયા આવવા માટે ફ્લાઇટ્સના મર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ હોવાથી વંદે ભારત મિશન હેઠળ ફેબ્રુઆરી - માર્ચ 2021 દરમિયાન દિલ્હીથી સિડની વચ્ચે નક્કી કરવામાં આવેલી ફ્લાઇટ્સ એક તક સમાન છે.
બીજી તરફ, ભારતમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડન્ટ્સ નિધી મહેતાએ SBS Gujarati ને જણાવ્યું હતું કે, તેમણે અગાઉ ભારતથી ઓસ્ટ્રેલિયા પરત ફરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરંતુ દરેક વખતે ટિકીટ બુક કરવામાં નિષ્ફળતા જ પ્રાપ્ત થઇ છે.
વંદે ભારત મિશન અંતર્ગત ફેબ્રુઆરી - માર્ચ મહિનામાં દિલ્હીથી સિડની વચ્ચે નક્કી કરવામાં આવેલી ફ્લાઇટ્સની ટિકીટ મેળવવા માટે હાલમાં તેઓ પ્રયત્ન કરી રહ્યાં છે, તેમ નિધીએ ઉમેર્યું હતું.
ભારતના ઉડ્ડયન મંત્રી હર્ષદીપ સિંઘ પુરીએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે મે 2020માં વંદે ભારત મિશન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં વિદેશમાં ફસાઇ ગયેલા લગભગ 5.2 મિલિયન લોકો ભારત પરત ફર્યા છે.