મહત્વના મુદ્દા
- ઇન્ડીજીનસ વોઇસ ટુ પાર્લામેન્ટ જનમતમાં 'ના' મતને બહુમતી મળી.
- છ રાજ્યો અને નોધર્ન ટેરીટરીમાં 'ના' મતને અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 'હા' મતને બહુમતી મળી.
- વડાપ્રધાન એન્થની એલ્બાનિસીએ ઓસ્ટ્રેલિયાના લોકોને એકજૂટ થવાની અપીલ કરી.
ઓસ્ટ્રેલિયાના બહુમતી મતદારોએ વોઇસ ટુ પાર્લામેન્ટ માટે યોજાયેલા જનમતમાં ના મત આપ્યો છે.
શનિવારે યોજાયેલા જનમતમાં છ રાજ્યો અને નોધર્ન ટેરીટરીમાં 'ના' મતને અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 'હા' મતને બહુમતી મળી.
'ના' મતને દેશના કુલ મતોની ગણતરીમાં પણ બહુમતી મળી.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી દેશનો ફક્ત એક પ્રદેશ બન્યો જેણે 'યસ' વોટ આપ્યો છે.
વડાપ્રધાન એન્થની એલ્બાનિસીએ નિરાશા વ્યક્ત કરીને જણાવ્યું છે કે પરિણામ આપણને વિભાજીત કરશે નહીં.
અને, હવે આપણે એકજૂટ થઇને લક્ષ્યાંક સુધી પહોંચવાનો અલગ રસ્તો શોધવો પડશે.

વિરોધ પક્ષના નેતા પીટર ડટને દેશને એકતા દર્શાવીને, જનમતને એક એવી કવાયત તરીકે પ્રસ્તુત કરી કે જેની ઓસ્ટ્રેલિયાને જરૂર નથી.
પ્રસ્તાવ અને તેની પ્રક્રિયા ઓસ્ટ્રેલિયાના લોકોને વિભાજીત કરવા નહીં પરંતુ, તેમને એકજૂટ કરવા જોઇએ.

કેટલાક આદિજાતીના ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ જનમતના પરિણામ બાદ "week of silence" ની જાહેરાત કરી છે. જ્યારે અન્ય લોકોએ આગામી તબક્કા વિશે વિચારવાનું શરૂ કર્યું છે.
આદિજાતી બાબતોના મંત્રી અને 'યસ' ના હિમાયતી લિન્ડા બર્નીએ જણાવ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે જનમત બાદ સ્વદેશી નેતાઓની નવી પેઢી ઉભરી આવશે.
'ના' મતના પ્રચારક યુંગાઇ વોરેન મુંડિને જણાવ્યું હતું કે પરિણામ સૂચવે છે કે આદિજાતી સમુદાયને પડતી મુશ્કેલીઓ અને મુદ્દાઓને ઓસ્ટ્રેલિયન્સ સમાપ્ત કરવા માંગે છે.
તેમણે જણાવ્યું હતું કે, "લોકોએ હિંસા, દુર્વ્યવહાર, બળજબરીપૂર્વકના નિયંત્રણ પ્રત્યે આંખ આડા કાન કરવાનું બંધ કરવાની જરૂર છે જે કેટલાક સ્વદેશી સમુદાયોમાં પ્રવર્તે છે.
2023 ના ઇન્ડીજીનસ વોઇસ ટુ પાર્લામેન્ટ જનમત અંગે એસબીએસ નેટવર્કમાં દ્વારા માહિતગાર રહો, જેમાં એનઆઈટીવી દ્વારા પ્રથમ રાષ્ટ્રના દ્રષ્ટિકોણનો પણ સમાવેશ થાય છે. એસબીએસ વોઈસ રેફરેન્ડમ પોર્ટલની મુલાકાત લો અને 60થી વધુ ભાષાઓમાં આર્ટીકલ, વિડિયો અને પોડકાસ્ટ મેળવો અથવા એસબીએસ ઓન ડિમાન્ડ પર વોઇસ રેફરેન્ડમ હબ ખાતે સમાચારો અને વિશ્લેષણ મેળવો.

