ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, ઇમિગ્રેશન મંત્રી અને વિરોધ પક્ષના નેતાએ ભારતને 75માં સ્વતંત્રદિન નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ભારતને પોતાના સંદેશમાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ભારતે તેના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ઘણી સિદ્ધીઓ હાંસલ કરી છે. અને તે એક મજબૂત લોકતંત્ર છે.
વડાપ્રધાન મોરિસને કોવિડ-19 સામે ભારતની લડત દરમિયાન ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન્સે ભોગવવા પડેલા દર્દને યાદ કર્યું હતું.
તેમણે પોતાના સંદેશમાં ઓસ્ટ્રેલિયા ભારતીય લોકો, વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓને આવકારવા આતુર હોવાનું જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, એક વખત આંતરરાષ્ટ્રીય સરહદો શરૂ થાય ત્યારે તેઓ ભારતીય મિત્રો, પરિવારજનો તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવકારવા માટે આતુર છે.

Snapshot of Prime Minister Scott Morrison's message on India's Independence Day. Source: PMO
બીજી તરફ વિરોધ પક્ષના નેતા એન્થની એલ્બાનિસીએ પણ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ભારતીય સમુદાયને શુભેચ્છા પાઠવી હતી.
તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19ના કારણે સ્વતંત્ર દિવસની ઉજવણીને અસર પહોંચશે પરંતુ, તેમણે આગામી દિવસોમાં પરિસ્થીતી વધુ સારી થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશવાસિયોને શુભેચ્છા

Labor leader Anthony Albanese Source: AAP
ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હૉક
ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હૉકે જણાવ્યું હતું કે ભારતીય - ઓસ્ટ્રેલિયન્સ દેશના સમુદાયનો મહત્વનો ભાગ છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લગભગ 700,000 લોકો રહે છે. અને તેઓ ઓસ્ટ્રેલિયાની બહુસાંસ્કૃતિક ઓળખને વધુ સમૃદ્ર કરે છે.
તેમણે કોવિડ-19 સામે ભારતની લડતમાં ઓસ્ટ્રેલિયા તેમની સાથે હોવાનું જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં વિવિધ કાર્યક્રમો
યુનાઇટેડ ઇન્ડિયન એસોસિયેશન દ્વારા ભારતના 75માં સ્વતંત્ર દિન નિમિત્તે ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે .15મી ઓગસ્ટે સાંજે 4થી 5 (સિડનીનો સમય) દરમિયાન ફેસબુક તથા યુટ્યૂબના માધ્યમથી કાર્યક્રમ માણી શકાશે.
સુરસંગીત
સુરસંગીત દ્વારા સ્વતંત્ર દિન નિમિત્તે મ્યુઝીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇન્ડિયન સપોર્ટ સેન્ટર દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમ સાંજે 6થી 8 (સિડનીનો સમય) દરમિયાન યોજાશે.