ઓસ્ટ્રેલિયામાં થઇ રહેલા આંતરરાષ્ટ્રીય ઊતરાણની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જે અંતર્ગત હવે, સાઉથ ઓસ્ટ્રેલિયા તથા વિક્ટોરીયામાં આંતરરાષ્ટ્રીય ઊતરાણની વર્તમાન સંખ્યામાં વધારો થશે અને ક્વિન્સલેન્ડ તથા ન્યૂ સાઉથ વેલ્સ તેમની અગાઉની સંખ્યાના સ્તર પર મુસાફરોને પ્રવેશની મંજૂરી આપશે.
આ નિર્ણય શુક્રવારે યોજાયેલી નેશનલ કેબિનેટની મિટીંગમાં લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બ્રિસબેનમાં નવા પ્રકારના અતિચેપી વાઇરસનું સંક્રમણ નિદાન થયા બાદ આંતરાષ્ટ્રીય ઊતરાણની સંખ્યામાં અડધા જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો.
15મી ફ્રેબ્રુઆરીથી દર અઠવાડિયે ઓસ્ટ્રેલિયામાં થતા કુલ ઊતરાણની સંખ્યા 4100થી વધારીને 6300 કરવામાં આવી છે. 
સાઉથ ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય ઉતરાણની સંખ્યા 40 વધારીને 530 તથા વિક્ટોરીયામાં 200 વધારીને 1310 જેટલી કરવામાં આવી છે. 
ન્યૂ સાઉથ વેલ્સમાં હવે દર અઠવાડિયે 3010 તથા ક્વિન્સલેન્ડમાં 1000 લોકોને ઊતરાણની પરવાનગી અપાશે.  વડાપ્રધાને જણાવ્યું હતું કે, એ યાદ રાખવું જરૂરી છે કે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ છે અને કોઇ પણ મુસાફર ઓસ્ટ્રેલિયામાં દાખલ થઇ શકતો નથી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, એ યાદ રાખવું જરૂરી છે કે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ છે અને કોઇ પણ મુસાફર ઓસ્ટ્રેલિયામાં દાખલ થઇ શકતો નથી.

Australian Prime Minister Scott Morrison speaks during a press conference following a national cabinet meeting, at Parliament House in Canberra. Source: AAP
તેમણે ઉમેર્યું હતું કે વિદેશમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન્સને પરત લાવવાની સરકારની પ્રાથમિકતા છે.
આ ઉપરાંત, ડાર્વિન ખાતેના હાવર્ડ સ્પ્રિન્ગ્સ ક્વોરન્ટાઇન સેન્ટરની ક્ષમતા વધારવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે તેની સંખ્યા 850 સુધી વધારવાની દિશામાં આયોજન થઇ રહ્યું છે.




